LG સાથે વિવાદ મામલે હવે કેજરીવાલે માંગી PM મોદીની મદદ !!! - Sandesh
NIFTY 10,789.05 -67.65  |  SENSEX 35,533.55 +-205.61  |  USD 67.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • LG સાથે વિવાદ મામલે હવે કેજરીવાલે માંગી PM મોદીની મદદ !!!

LG સાથે વિવાદ મામલે હવે કેજરીવાલે માંગી PM મોદીની મદદ !!!

 | 11:30 am IST

પાટનગર દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને તેમના ત્રણ કેબિનેટ મંત્રી રાજ્યપાલ વિરુદ્ધ તેમના ઘરે ધરણાં કરી રહ્યા છે. જ્યારે વિપક્ષી પાર્ટી ભાજપ સીએમ વિરુદ્ધ તેમના ઘરે ધરણાં કરી રહી છે. આજે કેજરીવાલના ધરણાંનો ચોથો દિવસ છે. જ્યારે તેમને વડાપ્રધાન મોદીને પત્ર લખ્યો છે.

જેમાં તેમને કહ્યું કે, ઉપરાજ્યપાલ અમારી વાત સંભળી રહ્યા નથી. હું તમને અપીલ કરું છું કે તમે આ મામલે નોંધ લેશો. અને છેલ્લા ત્રણ મહિનાથી IAS ઓફિસરોની જે હડતાળ ચાલી રહી છે તેને પૂર્ણ કરવો. તેમજ દિલ્હીના મુખ્યમંત્રીએ લખ્યું કે, આ અધિકારીઓની ટ્રાન્ફસર કરવાનું અને તેમના પર પગલાં ભરવાની જવાબદારી કેન્દ્ર સરકાર અને LGના હાથ છે. તેથી અમે કંઇ પણ કરી શકતા નથી. હવે તો લોકોએ પણ એવું કહેવાનું શરૂ કરી દીધું છેકે આ હડતાળ કેન્દ્ર સરકાર અને LG મળીને કરાવી રહ્યું છે.

આમરણ ઉપવાસ પર બેઠેલા મનિષ સિસોદિયા અને સત્યેંદ્ર જૈનનો ગુરુવારે સવારે રુટીન ચેકઅપ કરવામાં આવ્યું હતું. ચેકઅપમાં ખબર પડી હતી કે સત્યેન્દ્ર જૈનની તબિયત ઠીક નથી.

કેજરીવાલના ધરમાં વિરુદ્ધ બીજેપી નેતાઓ બુધવારે મુખ્યમંત્રીના ઘરની સામે ધરણાં પર બેઠા હતા. દિલ્હી બીજેપી નેતા મનજિંદર સિરસાએ ફોટો ટ્વિટ કરીને લખ્યું હતું કે, કેજરીવાલે નાટક બંધ કરવા જોઈએ અને કામ પર પરત ફરી જવું જોઈએ. આ ધરણામાં AAPના બળવાખોર નેતા કપિલ મિશ્રા પણ સામેલ થયા હતા.

AAPની 3 માંગ
– LG પોતે IAS અધિકારીઓની ગેરકાયદેસરની હડતાળ તાત્કાલિક ખતમ કરાવે કેમકે તેઓ સર્વિસ વિભાગના વડા છે.
– કામ રોકનારા IAS અધિકારીઓ વિરૂદ્ધ કડક પગલાં ભરવામાં આવે.
– રેશનની ડોર સ્ટેપ ડિલિવરી યોજનાને મંજૂર કરે.