Delhi CM Arvund Kejrival Covid Safety Norms Violation Lockdown
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • કોરોનાનું ભયજનક સંકટ વધતા દિલ્હીમાં ફરી લોકડાઉન લાગવાની શક્યતા, કેજરીવાલે લીધા ધડાધડ નિર્ણય

કોરોનાનું ભયજનક સંકટ વધતા દિલ્હીમાં ફરી લોકડાઉન લાગવાની શક્યતા, કેજરીવાલે લીધા ધડાધડ નિર્ણય

 | 12:35 pm IST
  • Share

દિલ્હીમાં કોરોના વાયરસનો કહેર દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે, જેના કારમે દિલ્હી સરકારે લગ્નસરામાં મળેલી છૂટ પાછી ખેંચી લીધી છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે જણાવ્યું હતું કે અમે લગ્ન સમારોહમાં 200 લોકો સામેલ થવાની મંજૂરી પાછી ખેંચી લીધી છે. હવે માત્ર 50 લોકો જ લગ્ન સમારોહમાં સામેલ થઈ શકશે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે, કોરોનાની સ્થિતિ સામાન્ય થયા પહેલા 50થી આ સંખ્યા 200 સુધી વધારવામાં આવી હતી, જેને હવે ફરીથી પાછી લઈ લેવામાં આવી છે. તેની સાથે જ દિલ્હી સરકાર, કોરોના સંક્રમણને લઈને કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલશે, જેમાં નિયમોનું ઉલ્લંઘન અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થવાની સ્થિતિમાં દિલ્હીના ભીડભાડવાળા બજારોને અસ્થાઈ રૂપથી બંધ કરવાની અનુમતિ માંગવામાં આવશે.

સીએમ અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા પર્યાપ્ત પ્રમાણમાં છે, પરંતુ આઈસીયૂવાળા બેડની કમી વર્તાઈ રહી છે, જેના માટે કેન્દ્ર સરકારે મદદ કરી છે. તેમણે જણાવ્યું કે, તમામ સરકારો મળીને કામ કરી રહી છે, પરંતુ સૌથી મોટી જરૂરત છે કે લોકો ધ્યાન રાખે. ઘણા લોકો વગર માસ્કે ફરી રહ્યા છે. મારી તમામને નમ્ર અપીલ છે કે કૃપા માસ્ક પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરો.

અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં 99 લોકોનું મોત થયું છે, જે મહારાષ્ટ્રથી ઘણું વધારે છે. દિલ્હીમાં કોરોનાનો કહેર કેવી રીતે વરસી રહ્યો છે, તેનો અંદાજો તમે તે વાત પરથી લગાવી શકો છો કે આ મહીને દરેક કલાકે ચાર લોકોનું મોત થઈ રહ્યું છે. નવેમ્બરમાં જ કોરોનાથી દિલ્હીમાં અત્યાર સુધી 1100થી વધારે લોકો પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન