NIFTY 10,166.70 +122.60  |  SENSEX 32,949.21 +352.03  |  USD 64.5700 +0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • સંસદમાં પ્રશ્ન પૂછવા બદલ લાંચ લેતા 11 પૂર્વ સાંસદો સામે દિલ્હી કોર્ટે ઘડી ચાર્જશીટ

સંસદમાં પ્રશ્ન પૂછવા બદલ લાંચ લેતા 11 પૂર્વ સાંસદો સામે દિલ્હી કોર્ટે ઘડી ચાર્જશીટ

 | 8:40 pm IST

દિલ્હી કોર્ટે ગુરુવારે વર્ષ 2005ના કેશ ફોર ક્વેરી કાંડમાં સંડોવાયેલા 11 પૂર્વ સાંસદો સામે ભ્રષ્ટાચાર અને અપરાધિક ષડયંત્રના આરોપસર ચાર્જશીટ ઘડી કાઢી હતી. તીસ હજારી કોર્ટના વિશેષ ન્યાયાધીશ કિરણ બંસલ આ કેસમાં તે સાથે જ 12 જાન્યુઆરીથી સુનાવણીનો આરંભ કરશે. જે પૂર્વ સાંસદો સામે ચાર્જશીટ મૂકવામાં આવ્યું છે તેમાં વાય.જી.મહાજન (મહાજન), છત્રપાલસિંહ લોધા (ભાજપ), અન્નાસાહેબ એમ.કે.પાટિલ ( ભાજપ), મનોજકુમાર (આરજેડી), ચંદ્રપ્રતાપસિંહ (ભાજપ), રામસેવકસિંહ (કોંગ્રેસ), નરેન્દ્ર કુમાર કુશવાહા (બસપા) , પ્રદીપ ગાંધી (ભાજપ) સુરેશ ચંદેલ (ભાજપ), લાલચંદ્ર કોલ (બસપા) અને રાજા રામપાલ (બસપા)નો સમાવેશ થાય છે.

આ પૂર્વ સાંસદો સામે બે પત્રકારોએ હાથ ધરેલા સ્ટિંગ ઓપરેશનનું પ્રસારણ 12 ડિસેમ્બર, 2005ના રોજ ખાનગી ચેનલ પર થયું હતું. સંસદમાં ચોક્કસ પ્રશ્ન પૂછવા લેવાયેલી લાંચના આ પ્રકરણને ત્યારથી કેશ ફોર ક્વેરી નામે ઓળખાય છે. ડિસેમ્બર 2005માં જ 10 સભ્યોની લોકસભામાંથી હકાલપટ્ટી થઈ હતી તો લોધાને રાજ્યસભામાંથી દૂર કરવામાં આવ્યા હતા. આરોપીઓ અને અન્યો વચ્ચે થયેલી વાતચીતની ડીવીડી તેમ જ સીડીના પુરાવા આધારે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ કેસના સરકારી વકીલ અતુલ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે રામપાલના તત્કાલીન અંગત સચિવ રવીન્દરકુમાર સામે પણ કોર્ટે ચાર્જશીટ ઘડી હતી. મધ્યસ્થી તરીકે ભૂમિકા અદા કરી ચૂકેલા વિજય ફોગટ અવસાન પામ્યા હોવાથી તેમની સામેની કાર્યવાહી પડતી મૂકવામાં આવી છે. ભારતીય દંડ સંહિતા તેમ જ ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની કલમો હેઠળ ચાર્જશીટ ઘડવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે વર્ષ 2009માં ચાર્જશીટ ફાઈલ તો કરી હતી પરંતુ આરોપીઓ કોર્ટમાં હાજર રહેવાનું ટાળતા રહેતાં ચાર્જશીટ ઘડી કાઢવામાં વિલંબ સર્જાયો છે.

કોલસા કૌભાંડ કેસમાં 13 ડિસેમ્બરે ચુકાદો
સીબીઆઈ વિશેષ કોર્ટ 13 ડિસેમ્બરના રોજ ઝારખંડના પૂર્વ મુખ્યપ્રધાન મધુ કોડા, પૂર્વ કોલસા સચિવ એચ.સી.ગુપ્તા તેમ જ અન્યો સામે કોલસા કૌભાંડ કેસમાં ચુકાદો સંભળાવશે. કોર્ટના ન્યાયાધીશ ભારત પરાશર ચુકાદાના દિવસે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર રહેવા આદેશ કર્યા છે. કોલકાતા ખાતેની કંપની વિની આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગ લિમિટેડને ઝારખંડમાં કોલસા બ્લોક ફાળવવામાં ગેરરીતિ થઈ હોવાના આક્ષેપના કિસ્સામાં અદાલત ચુકાદો આપશે.