વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી - Sandesh
  • Home
  • India
  • વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી

વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી

 | 2:48 pm IST

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચેક બાઉન્સ મામલે લિકર કિંગ વિજય માલ્યા વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યુ છે. કોર્ટે સરકારને કહ્યું છે કે તેઓ માલ્યાને ભારત પાછો લાવવા માટે દબાણ વધારે.

દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે માલ્યાને 4 નવેમ્બરના રોજ કોર્ટમાં હાજર થવાનું ફરમાન કર્યુ છે. કોર્ટે વિદેશ મંત્રાલયને જણાવ્યું છે કે તેઓ લંડનમાં રહેતા માલ્યાને વોરંટ મોકલે. કોર્ટે એમ પણ કહ્યું છે કે વારંવાર ફરમાન કરવા છતાં પણ માલ્યા કોર્ટમાં હાજર થતા નથી. તેમની પેશી માટે કડક પગલાં લેવાની જરૂર છે.

આ બાજુ માલ્યાના વકીલે કોર્ટેને જણાવ્યું કે માલ્યા હાલ ભારત પાછા ફરી શકવાની સ્થિતિમાં નથી. તેમનો પાસપોર્ટ જપ્ત કરાયો છે. નોંધનીય છે કે દિલ્હી ઈન્ટરનેશનલ એરપોર્ટ 7.5 કરોડ રૂપિયાના ચેક બાઉન્સના મામલે માલ્યા સામે 4 કેસ નોંધાવી ચૂક્યું છે. આ બાજુ બોમ્બે હાઈકોર્ટે માલ્યાને ભાગેડુ જાહેર કરેલો છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો