Delhi Elections 2020 : Know Connection Of Kejriwal And Valentine’s Day
  • Home
  • Featured
  • વેલેન્ટાઈન્સ ડે અને અરવિંદ કેજરીવાલ વચ્ચે છે ખાસ કનેક્શન, આ રહી રસપ્રદ વાતો

વેલેન્ટાઈન્સ ડે અને અરવિંદ કેજરીવાલ વચ્ચે છે ખાસ કનેક્શન, આ રહી રસપ્રદ વાતો

 | 11:55 am IST

આમ આદમી પાર્ટી આજે વધુ એકવાર સરકાર રચવા જઈ રહી છે. પરંતુ આ જીત સાથે અરવિંદ કેજરીવાલનું એક અનોખુ કનેક્શન સામે આવ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર વેલેંટાઈસ ડે એટલે કે 14 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણ કરી શકે છે.

14 ફેબ્રુઆરી એટલે કે વેલેંટાઈન્સ ડે સાથે અરવિંદ કેજરીવાલ સાથેનું કનેક્શન પણ સામે આવ્યું છે. તેને સંયોગ કહો કે બીજુ કંઈ પણ 2013 અને 2015માં બંને વખત દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં વેલેંટાઈન્સ ડે કોઈ ને કોઈ રીતે અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલો જરૂરથી રહ્યો છે.

2013 દિલ્હી વિધાનસભા ચૂંટણી

2013માં દિલ્હીમાં 4 ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થયા. 2012 નવેમ્બરમાં આપની સ્થાપના થઈ અને પહેલીવાર પાર્ટીએ તે જ વર્ષે ચૂંટણી પણ લડી. દિલ્હીમાં ભાજપે 70માંથી 31, આપે 28 અને કોંગ્રેસે 8 બેઠકો જીતી અને ત્રીશંકુ વિધાનસભા બની. આપે સરકાર બનાવવા માટે કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યા. અરવિંદ કેજરીવાલે 28 ડિસેમ્બરે પહેલીવાર દિલ્હીના મુખ્યમંત્રીપદના શપથ ગ્રહણ કર્યા.

જોકે કોંગ્રેસે આપમાંથી પોતાનું સમર્થન પાછુ ખેંચી લેતા આપની સરકાર પડી ભાંગી. કેજરીવાલે 14મી ફેબ્રુઆરી એટલે કે વેલેંટાઈન ડેના દિવસે જ રાજીનામું આપ્યું.

2015 દિલ્હી વિધાનસભા ચૂંટણી

ચૂંટણી પંચે 12 ફેબ્રુઆરી 2015ના રોજ દિલ્હીમાં ચૂંટણીની જાહેરાત કરી. આ દરમિયાન જ આપના પ્રવક્તા રાઘવ ચઠ્ઠાએ જાહેરાત કરી કે કેજરીવાલ ઐતિહાસીમ રામલીલા મેદાનમાં 14 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણ કરશે અને તે દિવસે પણ વેલેંટાઈન્સ ડે હતો. જ્યારે આ વખતે 2020માં પણ વેલેન્ટાઈન્સ ડે નજીક આવી રહ્યો છે. ત્યારે કહી શકાય કે કેજરીવાલનું વેલેંટાઈન્સ ડે સાથે ખાસ કનેક્શન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન