કઠુઆ ગેંગરેપ કેસ: દિલ્હીની ફૉરેન્સિક લેબના રિપોર્ટમાં થયો સૌથી મોટો ખુલાસો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કઠુઆ ગેંગરેપ કેસ: દિલ્હીની ફૉરેન્સિક લેબના રિપોર્ટમાં થયો સૌથી મોટો ખુલાસો

કઠુઆ ગેંગરેપ કેસ: દિલ્હીની ફૉરેન્સિક લેબના રિપોર્ટમાં થયો સૌથી મોટો ખુલાસો

 | 9:19 am IST

કઠુઆ ગેંગરેપ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. દિલ્હી ફોરેન્સિક લેબ (FSL)એ તમામ પુરાવાની તપાસ કરી છે અને તેને સત્ય માન્યું છે. એફએસએલના રિપોર્ટમાં એ વાતની પુષ્ટિ કરાઇ છે કે મંદિરમાં મળેલા લોહીના ધબ્બા પીડિતાના જ છે. આ વાત પરથી લગભગ પુષ્ટિ થાય છે કે આઠ વર્ષની બાળકી સાથે મંદિરની અંદર જ દુષ્કર્મ કરાયું.

દિલ્હી FSLએ પોતાનો રિપોર્ટ એપ્રિલના પેહલાં સપ્તાહમાં જ આપ્યો છે. એટલું જ નહીં મંદિરમાંથી મળેલા વાળની તપાસ કરતા ખબર પડી કે તેની ડીએનએ પ્રોફાઇલ એક આરોપી શુભમ સાંગરાને મળે છે. આ રિપોર્ટમાં એ વાતની પણ પુષ્ટિ થઇ છે કે પીડિતાના કપડા પર મળેલા લોહીના ધબ્બા ડેના ડીએનએ પ્રોફાઇલથી મેચ થાય છે. તેની સાથે જ દિલ્હી એફએસએલે પીડિતાના યૌનાંગમાં પણ લોહી મળ્યાની પુષ્ટિ કરી છે.

ઉલ્લેખનીય છે કે કઠુઆ કેસની તપાસ કરી રહેલા જમ્મુ-કાશ્મીર પોલીસની SITને તપાસમાં અડચણનો સામનો કરવો પડી રહ્યો હતો કારણ કે તેને જે પુરાવા મળ્યા હતા તે આરોપીઓને દોષિત સાબિત કરવા માટે પૂરતા નહોતા. આરોપીઓએ કથિત રીતે કેટલાંક સ્થાનિક પોલીસ કર્મીઓની સાથે મળી પીડિતાના કપડાં ધોઇ નાંખ્યા જેથી કરીને પુરાવાને નષ્ટ કરી શકાય. રાજ્યની ફોરેન્સિક લેબ પણ કપડા પર લોહીના ધબ્બાને શોધવામાં નિષ્ફળ રહી હતી. તેના લીધે એસઆઇટી આરોપીઓની વિરૂદ્ધ કેસ નોંધી શકતી નહોતી.

રાજ્યના ડીજીપી એ ગૃહમંત્રાલયની મદદ માંગી હતી કે પુરાવાની તપાસ દિલ્હી ફોરેન્સિક લેબ દ્વારા કરાય. માર્ચમાં જ પીડિતાના કપડાં, મળ, અને કેટલાંક બીજા પુરાવાઓને તપાસ માટે દિલ્હી ફોરેન્સિકલ લેબમાં મોકલાયા. પીડિતાની સાથે જ આરોપી પોલીસ અધિકારી દીપક ખજુરિયા, શુભમ સાંગરા અને પરવેશના પણ બલ્ડ સેમ્પલ મોકલાયા હતા.