Delhi Government used Drone Camera to avoid Power Theft
  • Home
  • Business
  • આ શહેરમાં વીજળી ચોરી કરનારની હવે ખેર નહીં, તીસરી આંખથી રખાશે બાજ નજર

આ શહેરમાં વીજળી ચોરી કરનારની હવે ખેર નહીં, તીસરી આંખથી રખાશે બાજ નજર

 | 5:01 pm IST

રાજ્યમાં વીજળી ચોરીની ઘટનાઓ પર લગામ લગાવવા માટે સરકાર દ્વારા કેટલાક કડક પગલા લેવામાં આવી રહ્યા છે. સતત વધી રહેલી વીજળી ચોરીની ઘટનાઓને રોકવા માટે હવે રાજ્ય સરકાર ડ્રોન કેમેરાના મદદથી વીજળી ચોરીની પેટ્રોલિંગ કરશે.

મીડિયા રિપોર્ટ મુજબ રાજધાની દિલ્હીમાં રાજ્ય સરકાર જનતાને સસ્તા દરે વીજળીની ભેટ આપી શકે છે. એક પરિવાર જે લગભગ 200 યુનિટ સુધી વીજળી વપરાશ કરે છે. તો તેને કોઈ ચાર્જ ચૂકવવો નહીં પડે એવી સુવિધા આપવા પર રાજ્ય સરકાર વિચાર કરી રહી છે. ઉપરાંત રાજ્યમાં વીજળી ચોરીની ઘટનાઓને રોકવા માટે રાજ્ય સરકાર ડ્રોન કેમેરાથી નજર રાખશે. ઉપરાંત વીજળી જતા ડ્રોનના માધ્યમથી જ ટેકનિકલ ખામીઓને દૂર કરવામાં આવશે.

મીડિયા રિપોર્ટ મુજબ ટાટા પાવર કંપની હવે વીજળીના ફોલ્ટ અને ચોરીની તપાસ કરવા માટે ડ્રોનનો ઉપયોગ કરી રહી છે. 2 કિલોના વજનના ડ્રોન ટાટા DDL પાવરનો સૌથી ઝડપી અને ચુસ્ત કર્મચારી છે. ડ્રોનના માધ્યમથી વીજળીના ખંભા સાથે 66KVના સબ સ્ટેશનની પણ દેખરેખ કરવામાં આવી રહી છે. પેટ્રોલિંગ દરમિયાન ડ્રોન એરિયલ શોટ્સ પણ કેમેરામાં રેકોર્ડ કરે છે. ડ્રોન કેમેરા દ્વારા કરવામાં આવેલ રેકોર્ડિંગનો ઉપયોગ ભવિષ્યમાં થનારી ખામીઓની શોધ માટે કરવામાં આવી શકે છે. ડ્રોનના મદદથી અત્યાર સુધી 60થી વધુ પાવર બ્રેકડાઉન રોકવામાં મદદ મળી છે. સૂત્રો મુજબ નોર્થ વેસ્ટ દિલ્હીમાં ટાટા પાવરના આ પાયલોટ પ્રોજેક્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

આ વીડિયો પણ જુઓ: અમદાવાદમાં દેવદૂત બન્યો પોલીસ જવાન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન