Delhi High Court Asked Pakistani Woman to Leave India
  • Home
  • Featured
  • ભારતમાં સ્થાઇ થયેલી પાકિસ્તાની મહિલાને બે અઠવાડિયામાં દેશ છોડવાનો આદેશ

ભારતમાં સ્થાઇ થયેલી પાકિસ્તાની મહિલાને બે અઠવાડિયામાં દેશ છોડવાનો આદેશ

 | 9:25 pm IST

ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે દ્વારા એક પાકિસ્તાની મહિલાને ‘ભારત છોડો’ નોટિસ હેઠળ બે સપ્તાહની અંદર ભારત છોડવાની સૂચના આપી દીધી છે. વાસ્તવમાં સુરક્ષા એજન્સીઓ પાસે આ પાકિસ્તાની મહિલા વિરુદ્ધ વિશે પ્રતિકૂળ સુરક્ષા રિપોર્ટ મળી આવ્યા છે.

જસ્ટીસ વિભૂ બાખરૂએ ‘ભારત છોડો’ નોટિસ રદ કરવા માટે પાકિસ્તાની મહિલા દ્વારા કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી. પ્રાપ્ત અહેવાલ મુજબ આ 37 વર્ષીય પાકિસ્તાની મહિલાએ વર્ષ 2005માં એક ભારતીય નાગરિક સાથે લગ્ન કર્યા, પછી ભારતમાં આવી હતી. તેણી દિલ્હીમાં તેના પતિ અને 11 અને પાંચ વર્ષની ઉંમરના બે પુત્રો સાથે રહે છે.

એડિશનલ સોલિસિટર જનરલ મનિન્દર આચાર્ય અને કેન્દ્રના વકીલ અનુરાગ આહલુવાલિયાએ પાકિસ્તાની મહિલા વિરુદ્ધ મળેલા પ્રતિકૂળ રિપોર્ટ કોર્ટની સામે રજૂ કર્યો હતો અને જણાવ્યું હતું કે આ રિપોર્ટ મુજબ પાકિસ્તાનની મહિલાને નોટિસ આપવામાં કઇ ખોટું નથી.

આ મામલે ચુકાદો જાહેર કરતી વખતે અદાલતે જણાવ્યું હતું કે આ પાકિસ્તાની મહિલા અહીં રહેવા માટેના તેના અધિકારને સાબિત કરી શકી નથી અને બે સપ્તાહની અંદર આ પાકિસ્તાની મહિલાને ભારત છોડવાની સૂચના આપી દેવામાં આવી છે. જોકે ‘ભારત છોડો’ નોટિસના આધાર પર આ પાકિસ્તાની મહિલાએ 22 ફેબ્રુઆરી પહેલાં દેશ છોડી દેવાનો હતો, પરંતુ અદાલતે અંતિમ મુદત લંબાવવી અને તેમને બે અઠવાડિયામાં ભારત છોડવાની સૂચના આપી છે.

જણાવી દઇએ કે આ પાકિસ્તાની મહિલા વિરુદ્ધ કરવામાં આવેલી ‘ભારત છોડો’ નોટિસના વિરુદ્ધમાં મહિલા અને તેના પતિ દ્વારા ઉચ્ચ અદાલતમાં અરજી કરવામાં આવી હતી અને અરજીમાં તેમણે દલીલ કરી હતી કે તેને લાંબા ગાળાના વિઝા આપવામાં આવ્યા છે કે જે જૂન 2015 થી જૂન 2020 સુધી માન્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન