Delhi High Court Dismisses The Plea Filed By Cbi's Spl Director Rakesh Asthana Plea Seeking Quashing Of Fir Filed Against Them
  • Home
  • Featured
  • CBIમાં ફિલ્મી ઢબે ઘટનાક્રમ બાદ રાકેશ અસ્થાનાને દિલ્હી હાઈકોર્ટે આપ્યો જોરદાર આંચકો

CBIમાં ફિલ્મી ઢબે ઘટનાક્રમ બાદ રાકેશ અસ્થાનાને દિલ્હી હાઈકોર્ટે આપ્યો જોરદાર આંચકો

 | 4:58 pm IST

દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈના સ્પેશલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને જોરદાર આંચકો આપ્યો છે. હાઈકોર્ટે અસ્થાના વિરૂદ્ધ તપાસ યથાવત રાખવાનો આદેશ આપ્યો છે.

રાકેશ અસ્થાના વિરૂદ્ધ સીબીઆઈના પૂર્વ ડાયરેક્ટ આલોક વર્માએ ભ્રષ્ટાચારના કેસમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો.

સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માએ કહ્યું હતું કે અસ્થાના વિરુદ્ધ લાંચના આરોપમાં એફઆઈઆર નોંધાવતી વખતે તમામ અનિવાર્ય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું. ફરિયાદી હૈદરાબાદના વેપારી સતીશ બાબૂ સનાએ આરોપ લગાવ્યો હતો કે તેમને આ મામલામાં રાહત મેળવવા માટે લાંચ આપી હતી. સનાએ આસ્થા વિરુદ્ધ ભ્રષ્ટાચાર, બળજબરીથી વસૂલી જેવા આરોપ લગાવ્યા હતા. સીબીઆઈના ડીએસપી દેવેન્દ્ર કુમારની વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી હતી.

આ મામલે સુનાવણી હાથ ધરતા દિલ્હી હાઈકોર્ટે આજે કહ્યું છે કે, અસ્થાના વિરૂદ્ધ તપાસ યથાવત રહેશે. કોર્ટે અસ્થાના અને ડીએસપી દેવેન્દ્ર કુમારની એફઆઈઆર રદ્દ કરવાની માંગણી ફગાવી દીધી હતી.

કોર્ટે સીબીઆઈને અસ્થાના અને દેવેન્દ્ર કુમાર વિરૂદ્ધ 10 સપ્તાહમાં તપાસ પુરી કરવાનો પણ આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે, એ વાતમાં કોઈ શંકા નથી કે એક લોક સેવક વિરૂદ્ધ એફઆઈઆર નોંધવી ચિંતાનો વિષય છે અને તણાવનું કારણ બનશે. એફઆઈઆરમાં જે પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે તેની તપાસ થવી જરૂરી છે. જ્યારે કોઈ વ્યક્તિ દોષી સાબિત નથી થતો ત્યાં સુધી કાયદાની નજરમાં તો તે નિર્દોષ જ છે.

અસ્થાનાએ ધરપકડથી વચવા માટે બે સપ્તાહની મોહલત માંગી હતી.

સીબીઆઈએ 15 ઓક્ટોબર 2018ના રોજ અસ્થાના વિરુદ્ધ એફઆઈઆર નોંધીને તેમની વિરુદ્ધ ભ્રષ્ટાચારના ગંભીર આરોપ લગાવ્યા હતા. હૈદરાબાદના વેપારી સતીશ બાબૂ સનાની ફરિયાદના આધારે આરોપ લાગ્યા છે.

સનાથી મોઇન કુરેશીના મામલાની તપાસ કરી રહેલા અસ્થાનાની વિશેષ ટીમે પૂછપરછ કરી હતી. વેપારીએ આરોપ લગાવ્યો હતો કે દુબઈના એક વચેટિયાએ સ્પેશલ ડાયરેક્ટરથી તેના કથિત સંબંધોની મદદથી બે કરોડ રૂપિયાની લાંચના બદલે તેમના માટે રાહતનો પ્રસ્તાવ મૂક્યો હતો.