દિલ્હી: એક શૉ-રૂમમાં કરાયું અનોખુ આયોજન, કર્મચારીઓને કરાવ્યા આ રીતે રિલેક્ષ, Video - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • દિલ્હી: એક શૉ-રૂમમાં કરાયું અનોખુ આયોજન, કર્મચારીઓને કરાવ્યા આ રીતે રિલેક્ષ, Video

દિલ્હી: એક શૉ-રૂમમાં કરાયું અનોખુ આયોજન, કર્મચારીઓને કરાવ્યા આ રીતે રિલેક્ષ, Video

 | 4:00 pm IST

આજની દોડધામભરી જીંદગીમાં થાકલાગવો એક સામાન્ય વાત છે. કલાકો ઓફીસ કે કામના સ્થળ પર એકજ સરખુ કામ કરીને શારીરિક તેમજ માનસીક થાક લાગતો હોય છે. આવા સમયે ધણી કંપનીઓ પોતાના કર્મચારીઓને રિલેક્ષ કરવા તેમજ રૂટીન કામોથી થોડું સારૂ ફીલ કરાવવા અવારનવાર કંપનીમાં કે પછી બહાર લઈ જઈને કોઈ કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે. આવા કાર્યક્રમનો ફાયદો કર્મચારી તેમજ સંસ્થા બંને થાય છે. રોજબરોજના એક સરખા કામમાં ફરી નવો જૂસ્સો લાવવા આ રીતનું કામ ખરેખર પ્રશંસનીય છે.

આવો જ એક કાર્યક્રમનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. દિલ્હી સ્થીત એક જ્વેલરીના શૉ-રૂમમાં કર્મચારીઓને થોડી મસ્તી થોડું ફન મળી રહે તે માટે કંપની તરફથી એક કાર્યક્રમ યોજાયો હતો જેમાં કંપનીના કર્મચારીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. ડાન્સ મસ્તી કરી હતી. ફિલ્મી સંગીત પર જૂમતા આ કર્મચારીઓને જોઈને તમને પણ આવશે મજા તો જૂઓ અમારી સાથે તમે પણ આ વીડિયો.