દિલ્હીમાં ઐય્યાસીમાં આડે આવતાં પિતા, માતા, બહેનને યુવકે ક્રૂરતાથી રહેંસી નાખ્યા ! - Sandesh
  • Home
  • India
  • દિલ્હીમાં ઐય્યાસીમાં આડે આવતાં પિતા, માતા, બહેનને યુવકે ક્રૂરતાથી રહેંસી નાખ્યા !

દિલ્હીમાં ઐય્યાસીમાં આડે આવતાં પિતા, માતા, બહેનને યુવકે ક્રૂરતાથી રહેંસી નાખ્યા !

 | 1:18 am IST

। નવી દિલ્હી ।

વસંતકુંજના કિશનગઢ ગામમાં માતા-પિતા અને બહેનની હત્યાના આરોપી ૧૯ વર્ષના સૂરજને ગિરફતાર કરાયો છે. આરોપી સૂરજે જણાવ્યું કે તેણે અને તેના કેટલીક છોકરીઓ સહિતના મિત્રોએ મહરોલીમાં એક ફ્લેટ ભાડે લીધો હતો. આ બધા મિત્રો આઝાદીથી જીવવા માગતા હતા. પોલીસે કહ્યું કે તેઓ અહીં અય્યાશી અને નશો કરતા હતા. સૂરજ મોડેથી ઘરે આવતો તેનો પિતા મિથિલેશ વિરોધ કરતા હતા. એ કારણથી ઘણી વખત બંને વચ્ચે ઝઘડો થતો હતો. મંગળવારે જ મહરોલીથી સૂરજે ચાકુ અને કાતર ખરીદી હતી.  મંગળવારે રાત્રે જમીને નિરાંતે સૂઈ ગયેલા માતા, પિતા અને બહેનને ચાકુના ૩૦ ઘા ઝીંકી મારી નાંખ્યા હતા.

૬ ટીમ, ૧૦૦ પ્રશ્નો અને આરોપીની ધરપકડ !

પોલીસે ૬ ટીમ બનાવીને ટ્રિપલ મર્ડરની ઘટના ઉકેલવા માટે પ્રયાસ કર્યો હતો. એ દરમિયાન તેમણે સૂરજનું ક્રોસ એક્ઝામીન કરતાં સો સવાલ છ તપાસ ટુકડીએ પૂછયા હતા. બાલ્કનીમાં પણ લોહીના કોઈ ડાઘા ન હતા. આખરે, સૂરજ પડી ભાંગ્યો અને તેણે ગુનો કબૂલી લીધો હતો.