Delhi: Man killed Nephew And Bury His Body Found balcony Garden
  • Home
  • Featured
  • મામા, ભાણિયો અને ગર્લફ્રેન્ડની લવસ્ટોરી બની લોહિયાળ, ત્રણ વર્ષે આ રીતે ફૂટયો ભાંડો

મામા, ભાણિયો અને ગર્લફ્રેન્ડની લવસ્ટોરી બની લોહિયાળ, ત્રણ વર્ષે આ રીતે ફૂટયો ભાંડો

 | 12:35 pm IST

‘મેં છેલ્લી વખત તેને એક મિત્રની સાથે પાર્ટીમાં જતા જોઇ હતી. ત્યારબાદ તે કયાં ગઇ મને ખબર નથી’. વિજય કુમાર મહારાણાને જ્યારે પણ તેની બહેન પોતાના ગુમ દીકરા અંગે પૂછતી હતી તો તે આ જવાબ આપતી હતી. પોતાના ગુમ થયેલા દીકરાને શોધવા માટે ફેબ્રુઆરી 2016મા દિલ્હી આવી હતી. જો કે આ અભાગણ માતાને એ ખબર નહોતી કે તે પોતાના દીકરાના મૃતદેહથી થોડાંક જ મીટરના અંતર પર છે. તેના દીકરાનો મૃતદેહ બાલકનીમાં ‘ફૂલોની પથારી’ નીચે છુપાયેલો પડ્યો હતો, જેને તેના ભાઇ એ જ મારી નાંખ્યો હતો. દિલ્હીમાં ડાબડી વિસ્તારમાં એક ફલેટની બાલકનીમાંથી મળેલા કંકાલમાં આ નવો ખુલાસો ચોંકાવનારો છે. મૃતકના મામા એ તેની કરપીણ હત્યા કરી મૃતદેહ બાલકનીમાં ‘ફૂલોની પથારી’ કરી સંતાડી દીધો હતો. પોલીસે ભારે જહેમત બાદ આરોપી વિજયની હૈદ્રાબાદથી ધરપકડ કરી લીધી.

ઓડિસાના ગુંજમનો નિવાસી બિજય કુમાર મહારાણા 2012માં દિલ્હી રહેવા માટે આવ્યો હતો. અહીં આવવા પાછળનું કારણ એવું હતું કે તેની ગર્લફ્રેન્ડ પણ દિલ્હીમાં રહેવા માટે આવી હતી. 2015ના વર્ષમાં બિજયનો ભાણિયોજય પ્રકાશ પણ હૈદરાબાદથી દિલ્હી રહેવા માટે આવ્યો હતો. બિજય અને જય પ્રકાશ દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એક જ ફ્લેટમાં સાથે રહેતા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે બિજય નોઇડાના સેક્ટર 144માં આવેલી એક આઈટી કંપનીમાં કામ કરતો હતો, જ્યારે જય પ્રકાશ ગુરુગ્રામની એક કંપનીમાં કામ કરતો હતો. સમય જતાં જય પ્રકાશના બિજયની ગર્લફ્રેન્ડ સાથે સારા સંબંધો બની ગયા હતા, બિજયને આ વાત પંસદ ન હતી. દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે જય અને તેની ગર્લફ્રેન્ડની મિત્રતા પસંદ નહોતી. આ દરમ્યાન વિજય જુગારમાં મોટી રકમ હારી ગયો. આ બધું ભેગું થતાં વિજયના મનમાં પોતાના ભાણિયા માટે ગુસ્સો વધી ગયો અને બિજયે જયની હત્યા કરી નાખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.

છઠ્ઠી ફેબ્રુઆરી, 2016ના રોજ જય જ્યારે ઊંઘી રહ્યો હતો ત્યારે વિજયે તેના માથા પર સિલિંગ ફેનની મોટરથી હુમલો કર્યો હતો અને તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ બિજયે જયના મૃતદેહને ફ્લેટની બાલ્કનીમાં માટી ખોદીને દાટી દીધો હતો. એટલું જ નહીં તેણે બાલ્કનીમાં ફૂલઝાડ પણ વાવી દીધા હતા.

હત્યાના એક અઠવાડિયા બાદ તેણે પોતાનો ભાણિયો ગુમ થઈ ગયો હોવાની ફરિયાદ દાખલ કરી હતી. બિજયે પોલીસને જણાવ્યું હતું કે જય તેમના મિત્રો સાથે બહાર ગયા બાદ ઘરે પરત નથી ફર્યો. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યા બાદ બે મહિના સુધી બિજય આ ફ્લેટમાં રહ્યો હતો અને બાદમાં તેણે ઘર બદલી નાખ્યું હતું. 2017માં તે હૈદરાબાદ પરત ફર્યો હતો. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ફ્લેટના રિનોવેશ વખતે જય પ્રકાશનું હાડપિંજર મળી આવ્યું હતું. આ હાડપિંજર બ્લૂ જેકેટ, બેડ સીટ અને બ્લેન્કેટમાં લપેટાયેલું હતું.

ફ્લેટના માલિકને આ અંગેની જાણ પોલીસને કરી હતી. પોલીસને તપાસ બાદ માલુમ પડ્યું હતું કે હૈદરાબાદનો બિજય રહસ્યમય રીતે ગુમ થઈ ગયો છે. એટલું જ નહીં તેમના મિત્રે કે પરિવારના લોકોને તે ક્યાં છે તેની કોઈ જાણકારી નથી. તેણે પોતાનો મોબાઇલ નંબર બદલી લીધો હતો. એટલું જ નહીં બેંકમાંથી પણ તમામ પૈસા ઉપાડી લીધા હતા. દિલ્હી પોલીસે રવિવારે હૈદરાબાદ ખાતેથી બિજયની ધરપકડ કરી હતી. બિજયને પૂછપરછ માટે દિલ્હી લાવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન