Delhi Man Says Horrific Trekking On Mount Everest
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • એવરેસ્ટનો ખોફનાક મંજર…દોરડા પર લટકતા હતા મૃતદેહો, તો કેટલાંક શબની ઉપરથી ચાલતા

એવરેસ્ટનો ખોફનાક મંજર…દોરડા પર લટકતા હતા મૃતદેહો, તો કેટલાંક શબની ઉપરથી ચાલતા

 | 10:54 am IST
  • Share

એવરેસ્ટના બેઝ કેમ્પની પાસે ઉભેલી અંજલી કુલકર્ણી ખૂબ જ ઉત્સાહિત હતી. તેની સામે એવરેસ્ટ હતો તેના શિખર પર જવા માટે કેટલીય વખત પોતાના સપનાને ફતહ કર્યા હતા. પાસે ઉભેલા દિલ્હીના બિઝનેસમેન આદિત્ય ગુપ્તા (50) અંજલિના ઉતાવળાપણાથી હસતા હતા.

થોડાંક દિવસ બાદ જ્યારે શિખર પરથી ઉતરી રહ્યા હતા તો ગુપ્તાને અંજલિના પતિ પાસેથી ખબર પડી કે અંજલિનું 22મીમેના રોજ થાક લાગવાથી મોત થયું હતું. ઠીક એ દિવસ જે દિવસે ગુપ્તા ટોચ પર પહોંચ્યા હતા. ગુપ્તાએ એક અગ્રણી અખબાર સાથે વાત કરતાં કહ્યું કે અંજલિના પતિ તેના મૃતદેહને નીચે લાવવાની વ્યવસ્થા કરી રહ્યા હતા. તેમણે મને કહ્યું કે કેવી રીતે અંજલિ મજાકમાં કહેતી હતી કે હોસ્પિટલમાં મરવા કરતાં તો સારું છે કે મારું મોત કોઇ પહાડ પર થઇ જાય. કોને ખબર હતી કે એક દિવસ તેના શબ્દ સાચા સાબિત થઇ જશે.

દોરડા પર લટકતા હતા મૃતદેહો, જામી ગયા હતા શબ
ગુપ્તાએ એવરેસ્ટ પર ચઢાણને પોતાનો ભયાનક અનુભવ ગણાવતા કહ્યું કે હું નથી ઇચ્છતો કે કોઇને આવી પરિસ્થિતિમાંથી પસાર થવું પડે. ગુપ્તા દિલ્હીના પંચશીલ પાર્કમાં ફ્લોર ફર્નિશિંગનો વેપાર કરે છે. તેમણે કહ્યું કે પર્વતારોહીઓની ભીડની વચ્ચે જ્યારે તેઓ પોતાનો રસ્તો બનાવી રહ્યા હતા આ દરમ્યાન તેમણે દરોડાથી લટકેલા, કેટલાંય દિવસ જૂના, જામી ગયેલા મૃતદેહ જોયા. આ એ દરોડાથી લટકેલા હતા જેમના સહારે પર્વતારોહીઓ પર્વત પર ચઢે છે.

મીડિયામાં એવા સમાચારો પણ આવ્યા હતા જેમાં એવરેસ્ટ પર ચઢાણ દરમ્યાન બીજા પર્વતારોહીઓના હવાલાથી કહ્યું હતું કે ચોટી સુધી પહોંચવાની હોડ કેટલી ખતરનાક થઇ ગઇ હતી. લોકો ઉપર સુધી પહોંચવા માટે મૃતદેહોને ધક્કો મારતા, તેની ઉપરથી ચાલવા સુદ્ધા ખચકાતા નહોતા. ગુપ્તા શુક્રવારના રોજ મેરઠમાં પોતોના પેરેન્ટસને મળવા આવ્યા હતા.

આ દરમ્યાન ગુપ્તાએ કહ્યું મેં ત્યાં જે પણ દેખ્યું તે ચોંકાવનારું હતું. એવરેસ્ટ પર ચઢાણ દરેક પર્વતારોહીનું સપનું હોય છે પરંતુ ત્યાં એટલી ભીડ થઇ ગઇ હતી કે લોકો ધક્કા-મુક્કી કરી રહ્યા હતા. ચઢાણના છેલ્લાં ભાગમાં પર્વતારોહીઓને એ પાંચ મીટરનું દોરડું પકડીને ચઢવાનું હોય છે જે તેમના શરીર સાથે બંધાયેલું હોય છે, જે લોકો પોતાના જીવ ગુમાવી બેઠા હતા, તેમના શરીર આ દોરડા સાથે લટકતા હતા.

આ વર્ષે નેપાળે રેકોર્ડ 381 પરમિટ આપી હતી
આ વર્ષે નેપાળ સરકારે હિમાલય પર ચઢવા માટે રેકોર્ડ 381 પરમિટ આપી હતી. તેના લીધે દુનિયાના સૌથી ઉંચા શિખર પર ‘ટ્રાફિક જામ’ જેવી સ્થિતિ સર્જાઇ હતી. આ જ રીતે ‘હિલેરી સ્ટેપ’ નામના પડાવ પર પણ પર્વતારોહીઓની લાંબી લાઇન જોવા મળી. હિલરી સ્ટેપ ઉભા ચઢાણવાળા 12 મીટરનો સૌથી મુશ્કેલ સ્ટ્રેચ છે. આ સીઝનમાં અંદાજે 11 લોકોના મોત થાક, માઉન્ટેન સિકનેસ, અને ફ્રૉસ્ટ બાઇટના લીધે થયા છે.

અનુભવી પર્વતારોહીઓનું કહેવું છે કે એવરેસ્ટ ચઢનારાઓના મોતમાં આવેલી તેજીનું કારણ એ છે કે પ્રખ્યાત થવાની લાલચમાં ખૂબ મોટી સંખ્યામાં અનુભવહીન પર્વતારોહી દુનિયાના સૌથી ખતરનાક વિસ્તારમાં આવી જાય છે.

આ વીડિયો પણ જુઓ – સુરતની બે બહેનોએ માઉન્ટ એવરેસ્ટ સર કરી પરત ફરી

ટ્રાવેલ ઓપરેટર્સ ભરમાવે છે
ગુપ્તા પણ એ વાતથી સહમત છે કે ઘણા બધા નવા-નવા પર્વતારોહી ટ્રાવેલ ઓપરેટરોની વાતોમાં આવી જાય છે. આથી આ ઓપરેટર સુરક્ષિત અને સફળ અભિયનનું વચન આપે છે. ગુપ્તાનું કહેવું છે કે તમે થોડું ઘણું ચઢાણ કર્યું હોય તો તેનો મતલબ એ નથી કે તમે એવરેસ્ટ ચઢવા માટે તૈયાર છો. તેના માટે લાંબા સમય સુધી તૈયારી કરવી પડે છે. 29000 ફૂટની ઉંચાઇ માટે મારે મારું વજન ઘટાડવું પડ્યું અને મારા શરીરને તૈયાર કરવા માટે રોજ જીમ જતો હતો.

શેરપાઓએ જોઇ અલગ જ તસવીર
અગાઉ ચઢાણનો અનુભવ અને લાંબા સમયથી તૈયારીના લીધે ગુપ્તા એ સમયે બિલકુલ ગભરાયા નહીં જ્યારે તેમને ખબર પડી કે ચાર લોકોના તેમના ગ્રૂપને લીડ કરનાર શેરપા એક સભ્યની સાથે ગાયબ છે. ટીમના એક સભ્ય એ શેરપાને થોડાંક પૈસાની લાલચ આપીને કહ્યું હતું કે તેઓ તેને ઝડપથી એવરેસ્ટ ચઢવા દે. અમને ખબર હતી કે ઑક્સિજનનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે, આથી અમે પણ તેમના વગર ચાલતા રહ્યા. ઉતરતા સમયે મારી સાથે બીજો શેરપા હતો પરંતુ મોટાભાગનો સમય તે એટલો આગળ ચાલતો રહ્યો કે કોઇપણ પ્રકારનું ગાઇડન્સ મળ્યું નહીં.

ગુપ્તાના મતે એવા બીજા પર્વતારોહીઓ પણ હતા જેમને તેમના ગાઇડોએ ભટકવા માટે છોડી દીધા હતા અને તેઓ અસહાય થઇ ગયા હતા. ગુપ્તાને જમ્મુ-કાશ્મીરની એ છોકરી યાદ છે જે એટલા માટે રડી હતી કે તેના ઑક્સિજનનું સિલિન્ડર ખત્મ થઇ રહ્યું હતું અને તેનો શેરપા તેની પાસે નહોતો. ગુપ્તા બોલ્યા શેરપાની છબી હીરોની જેવી હોય છે પરંતુ મેં જે કંઇપણ જોયું ત્યાંની વાસ્તવિક તસવીર એકદમ અલગ જ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન