દિલ્હીમાં પાળેલા શ્વાનને ભૂલથી લાગી ગાડીની ટક્કર, ખેલાયો ખુની ખેલ - Sandesh
  • Home
  • India
  • દિલ્હીમાં પાળેલા શ્વાનને ભૂલથી લાગી ગાડીની ટક્કર, ખેલાયો ખુની ખેલ

દિલ્હીમાં પાળેલા શ્વાનને ભૂલથી લાગી ગાડીની ટક્કર, ખેલાયો ખુની ખેલ

 | 10:38 pm IST

દિલ્હીના ઉત્તમનગર વિસ્તારમાં એક વ્યક્તિની ચાકુ મારીને હત્યા એટલા માટે કરવામાં આવી કે તેનાં વાહનથી એક પાળેલા શ્વાનને ભૂલથી ટક્કર લાગી ગઈ હતી. પાળેલા શ્વાને ટક્કર લાગ્યા પછી શ્વાનમાલિકો અને વાહનચાલક વચ્ચે બોલાચાલી થઈ હતી, પરતું તે પછી શ્વાનમાલિકોએ વાહનચાલકનાં ઘરે હુમલો કરી દીધો હતો. હત્યાનો ભોગ બનેલી વ્યક્તિનો પરિવાર હુમલાખોરોને કરગરતો રહ્યો પણ આરોપીએ ચાકુ મારીને હત્યા કરી નાખી.

હુમલાખોરોએ પીડિતને બચાવવા વચ્ચે પડેલા પિતરાઈ ભાઈ પર પણ ચાકુથી હુમલો કરીને ઘાયલ કરી દીધો હતો. પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૃ કરી દીધી છે. ત્રણેય આરોપી ફરાર છે. પોલીસ તેમને શોધવા છાપા મારી રહી છે.

ઘટના શુક્રવાર રાતની છે. ઉત્તમનગરમાં રહેનારા વિજેન્દ્ર અને રાજેશ પોતાના ટેમ્પોમાં ઘેર પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમનાં વાહનથી એક પાળેલા શ્વાનને ટક્કર લાગી હતી, તે પછી શ્વાનમાલિકો સાથે બોલાચાલી થઈ હતી. ગમે તેમ કરીને બંને ભાઈ ઘેર તો પહોંચ્યા પણ હુમલાખોર શ્વાનમાલિકો ઘેર પણ પહોંચી ગયા હતા. વિજેન્દ્રને તે સ્થાને ઉઠાવી લઈ ગયા હતા કે જ્યાં શ્વાનને ટક્કર લાગી હતી. પરિવારના સભ્યો વિજેન્દ્રને બચાવવા દોડી ગયા હતા. વિજેન્દ્રને છોડી દેવા વિનંતી કરી હતી પણ હુમલાખોરોએ સ્થળ પરજ વીજેન્દ્ર અને તેના પિતરાઈ ભાઈ પર ખંજરથી હુમલો કરી દીધો હતો. બંનેને હોસ્પિટલ લઈ જવાયા હતા પરંતુ વિજેન્દ્રનું મૃત્યુ થયું હતું.