Delhi Metro : Girl Jumped on Metro Track to Pick 2000 Rs Note
  • Home
  • India
  • મેટ્રોના ટ્રેક પર રૂ. 2000 હજારની નોટ લેવા માટે મહિલા કૂદી પડી, ને ગાડી આવી ગઈ!

મેટ્રોના ટ્રેક પર રૂ. 2000 હજારની નોટ લેવા માટે મહિલા કૂદી પડી, ને ગાડી આવી ગઈ!

 | 9:11 pm IST

દિલ્હી મેટ્રોની એક આશ્ચર્યજનક ઘટના બહાર આવી છે. મળતા હેવાલ મુજબ ૨૪ વર્ષની એક યુવતી દ્વારકા મોડ મેટ્રો સ્ટેશન પર ઊભી હતી. પ્લેટફોર્મ પર ઊભેલી યુવતી મેટ્રો માટે રાહ જોઈ રહી હતી, ત્યારે તેની 2,000ની નોટ મેટ્રો ટ્રેક પર પડી ગઈ હતી. એ નોટ લેવા માટે તે મેટ્રો ટ્રેક પર કૂદી પડી. 

આ યુવતી બે હજારની નોટ લેવા માટે કૂદી પડતાં ત્યાં ઊભેલા લોકોમાં અચંબામાં પડી ગયા હતા. જો કે બીજી તરફ મેટ્રો આવી રહી હોવાનું જોતાં લોકોમાં ભયનું લખલખું પસાર થઈ ગયું હતું. મેટ્રો ત્યાંથી ઝડપભેર પસાર થતાં લોકોમાં જીવલેણ અકસ્માતની કલ્પનાથી ભયનું લખલખું પસાર થઈ ગયું હતું. જો કે મેટ્રો પસાર થતાં જ સૌ અચંબામાં પડી ગયા હતા.

સવારે 10:40 કલાકે યુવતી મેટ્રો ટ્રેક પર કૂદી પડી અને નોટ લીધી એ સાથે જ મેટ્રો આવી ગઈ હતી. મેટ્રોને આવતી જોતાં યુવતી ટ્રેની વચ્ચોવચ સૂઈ ગઈ હતી. ઝરોડા કલાંની યુવતી સૂઈ ગઈ અને તેના પરથી મેટ્રો પસાર થઈ ગઈ હતી.

મેટ્રો સેવામાં અવરોધ બદલ માફીનામું લખવું પડયું

યુવતીને હળવી ઈજા થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી. સાથે જ તેની પાસેથી મેટ્રો રેલવે એ માફીનામું લખાવી લીધું હતું. તેણે દિલ્હી મેટ્રોની બ્લૂ લાઇન પર પરિવહન વ્યવસ્થામાં અવરોધ પેદા કરવા બદલ સીઆઇએસએફની માફી માગતો એક પત્ર લખ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન