Delhi Metro Technical snag in yellow line Metro
  • Home
  • Videos
  • દિલ્હી મેટ્રોએ એવા પજવ્યા કે લોકો ટ્રકોમાં ઉભા રહીને ઓફિસ પહોંચ્યા, જુઓ Video

દિલ્હી મેટ્રોએ એવા પજવ્યા કે લોકો ટ્રકોમાં ઉભા રહીને ઓફિસ પહોંચ્યા, જુઓ Video

 | 8:29 pm IST

દિલ્હી મેટ્રોની યલો લાઈન મેટ્રો ટ્રેનમાં આજે સવારે ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે હજારો મુસાફરોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. યલો લાઈન મેટ્રો અધવચ્ચે જ ખોટકાઈ પડતા મુસાફરોએ ચાલતા જ સ્ટેશન સુધી પહોંચવું પડ્યું હતું. આજ સુધીમાં આ પ્રકારની ખામી મેટ્રોમાં ક્યારેય સર્જાઈ નથી.

યલો લાઈન દિલ્હીના સમયપુર બાદલીને હરિયાણાના હુડા સિટી સેંટર સાથે જોડે છે. ટેક્નિકલ ખામી સર્જાતા મુસાફરો કુતુબ મીનાર સ્ટેશન પર જ ફસાઈ પડ્યા હતાં. હાલત ત્યાં સુધી ખરાબ થઈ ગઈ હતી કે લોકોએ ટ્રકોમાં ઉભા રહીને ઓફિસ જવુ પડ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન