દિલ્હીથી મુંબઇ માત્ર 12 કલાકમાં પહોંચશો, એક્સપ્રેસવે અમદાવાદ, ગોધરા સહિત અહીંથી થશે પસાર - Sandesh
  • Home
  • India
  • દિલ્હીથી મુંબઇ માત્ર 12 કલાકમાં પહોંચશો, એક્સપ્રેસવે અમદાવાદ, ગોધરા સહિત અહીંથી થશે પસાર

દિલ્હીથી મુંબઇ માત્ર 12 કલાકમાં પહોંચશો, એક્સપ્રેસવે અમદાવાદ, ગોધરા સહિત અહીંથી થશે પસાર

 | 11:23 am IST

રાજધાની દિલ્હીથી જે કોઇને પણ રસ્તા માર્ગે મુંબઇ જવાનું હોય તો અત્યારે 24 કલાકનો સમય લાગે છે, પરંતુ ટૂંક સમયમાં જ આ મુસાફરી તમે માત્ર 12 કલાકમાં જ પૂરી કરી શકશો. સરકાર સાઇબર સિટી ગુરૂગ્રામથી મુંબઇની વચ્ચે એક્સપ્રેસવે બનાવાની તૈયારી કરી રહ્યું છે. કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું કે 60,000 કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ વર્ષમાં બની જશે. આ એક્સપ્રેસવે દેશના સૌથી પછાત જિલ્લા હરિયાણા અને મેવાત અને ગુજરાતના દાહોદમાંથી પસાર થશે.

આ એક્સપ્રેસવે બનાતા દિલ્હીથી મુંબઇ વચ્ચેનું અંતર 1450 કિલોમીટરથી ઘટીને 1250 કિલોમીટર થઇ જશે. એટલું જ નહીં 24 કલાકની જગ્યાએ અંદાજે 12 કલાકમાં પહોંચી જવાશે. આ અંગે ગડકરીએ જણાવ્યું કે આ એક્સપ્રેસવે માટે ડિસેમ્બર મહિનામાં કામ શરૂ થઇ જશે અને આવતા ત્રણ વર્ષની અંદર પૂરું થઇ જશે. આ એક્સપ્રેસવે ગુરૂગ્રામના રાજીવ ચોકથી શરૂ થશે. ગડકરીએ કહ્યું કે આ સોહના બાઇપાસના હાલના અલાઇનમેંટ પર બનશે અને વડોદરા સુધી જશે.

ગડકરીએ કહ્યું કે આ એક્સપ્રેસવેને બનાવા માટે વડોદરાથી સુરતની વચ્ચે કામ માટે ટેન્ડર રજૂ થઇ ચૂકયું છે, જ્યારે સુરતથી મુંબઇ માટે ટેન્ડર ટૂંક સમયમાં રજૂ થશે. તેમણે કહ્યું કે આ એક્સપ્રેસવે રાજસ્થાન, હરિયાણા, અને મધ્યપ્રદેશના પછાત જિલ્લાઓના વિકાસની દ્રષ્ટિથી બનશે. કેટલાંય પછાત વિસ્તારો ગુરૂગ્રામની જેમ ચમકી શકશે. આ વિસ્તારોમાં ઔદ્યોગિક અને નાણાંકીય વિકાસથી નોકરીઓની તકો ઉભી થશે. અત્યારે અમે હાલના હાઇવને પહોળા કરવાની જગ્યાએ નવા રસ્તાનું નિર્માણ કરવામાં લાગ્યા છીએ.

તદઉપરાંત ગડકરીએ કહ્યું કે દિલ્હી-મુંબઇ એક્સપ્રેસવે પ્રસ્તાવિત ચંબલ એક્સપ્રેસવે ને પણ કનેક્ટિવિટી મળી શકશે. આ સિવાય જયપુર, કોટા, સવાઇ માધોપુર, ઉજ્જૈન, ગોધરા અને અમદાવાદ જેવા ડઝનબંધ શહેરોની કનેક્ટિવિટીને પણ શ્રેષ્ઠ કરશે. ગડકરીએ કહ્યું કે આ સિવાય ગુરૂગ્રામ અને વડોદરાની વચ્ચે હાઇ-સ્પીડ રેલવે કોરિડોર બનાવાની પણ તૈયારી છે.