Delhi Murder Case Gandhinagar FSL resolved
  • Home
  • Gandhinagar
  • હત્યા કરી દેશનાં અનેક રાજ્યોમાં હાડકા ફેંક્યા છતા ગાંધીનગર FSLએ ઉકેલી નાંખ્યો કેસ

હત્યા કરી દેશનાં અનેક રાજ્યોમાં હાડકા ફેંક્યા છતા ગાંધીનગર FSLએ ઉકેલી નાંખ્યો કેસ

 | 3:15 pm IST

ભલભલા ક્રાઈમને સાયન્ટીફીક ટેકનોલોજીથી ઉકેલવાની લેબ દીલ્હીની રોહીણીમાં પણ છે અને ગાંઘીનગર એફએસએલમાં. જે કામ રોહીણીની ફોરેન્સીક લેબ ના કરી શકી તે કામ આંખના પલકારામાં ગાંધીનગરની એફએસએલે કરી બતાવ્યું છે.

દિલ્હીની સ્થાનિક પોલીસ 1 વર્ષ સુધી અંધારામાં ફાંફા મારતી રહી અને આખરે કેસ દિલ્હીની ક્રાઈમ બ્રાંચને સોંપાયો. દિલ્હી ક્રાઈમ બ્રાંચે સમગ્ર કેસની સ્ટડી કરીને કેસના મુખ્ય શકમંદ શંકુલતાના પ્રેમી કમલ, શંકુતલા અને તેના ભાઈ રાજુની પુછપરછ કરીને શંકા જતા તેના રોહીણી ખાતે 2012માં પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યાં પણ તેમાં કલીન ચીટ મળતા ત્રણેયને ગાંધીનગર એફએસએલમાં નાર્કો ટેસ્ટ માટે મોકલ્યા હતાં.

આજથી 9 વર્ષ પહેલા એક એવુ ઘાતકી મર્ડર કે જેનો ભેદ શોધતા શોધતા દિલ્હી પોલીસને આંખે પાણી આવી ગયા હતા. 2011માં રવિ કુમાર નામના ડ્રાઈવરની હત્યા થઈ હતી. તેની હત્યા કરીને લાશને દાટી દેવાઈ હતી. એટલું જ નહી ચાલાક અપરાધીએ પુરાવાનો નાશ કરવા લાશને બહાર કાઢી. ફરી તેના ટુકડે ટુકડા કરીને અલગ અલગ ફેકી દીધા હતા. છતાંય ગાંધીનગર એફએસએલની મદદથી ગુનેગાર ઝડપાઈ ગયો..

22 માર્ચ 2011ના રોજ દિલ્હીના કાપાસેરા વિસ્તારમાં રહેતો પરિણીત ડ્રાઈવર રવિ કુમાર ઘરેથી રહસ્મય રીતે ગુમ થઈ ગયો. 24 કલાક સુધી ઘરે ના આવતાં ગુમ થયાની પરિવારજનોએ ફરિયાદ નોધાવી. પોલીસે રવિની શોધખોળ કરતાં મળી ન આવતા તપાસનો દોર પરિવારજનોની પુછપરછથી શરુ થયો હતો.

ગાંધીનગર એફએસએલે નિયમ મુજબ પ્રેમી કમલ સિંગલા, શંકુતલા અને તેના ભાઈના નાર્કો ટેસ્ટ કરવા પરવાનગી માંગી હતી. જો કે આરોપીઓ તૈયાર ન થતા આખરે તેમના (BEOS) ટેસ્ટ એટલે કે બ્રેઈન ઈલેકટ્રીંકલ ઓક્સિલેશન સિગ્નેચર પ્રોફાઈલીંગ ટેસ્ટ કરવાની નક્કી કર્યું હતું. જેમાં એફએસએલના એકસપર્ટ અધિકારીઓએ જાણી લીધુ કે રવિની હત્યા શંકુતલાનાં પ્રેમી કમલે કરી છે જે માટે ગણેશને 70 હજાર રુપિયા આપ્યાં હતાં.

ગાંધીનગર એફએસએલના બ્રેઈન મેપિંગ ટેસ્ટમાં કમલે કબુલી લીધુ કે પોતાની કારમાં ડ્રાઈવર ગણેશની મદદથી રવિની હત્યા કરીને લાશને રાજસ્થાન અને હરિયાણા વચ્ચેની બોર્ડર નજીક દાટી દીધી હતી. જો કે આ કેસ દિલ્હી ક્રાઈમ બ્રાંચના હાથમાં જતા કમલે લાશને બહાર કાઢી રવિના 25 હાડકાને અલગ અલગ જગ્યાએ ફેંકી દીધા હતાં. સૌથી મહત્વની વાત તો એ છે કે જે ટેકનોલોજી રોહીણીની એફએસએલ પાસે હતી તે જ ટેકનોલોજી ગાંધીનગર એફએસએલ પાસે પણ હતી. પરંતુ એક્સપર્ટ અધિકારીઓના અનુભવથી આ કપરો કેસ ઉકેલાઈ ગયો છે.

આ માત્ર ગાંધીનગર એફએસએલની મદદથી ઉકેલાયો પ્રથમ કેસ નથી અત્યાર સુધીમાં 100થી વધુ કેસ ગાંઘીનગરની એફએસએલે ઉકેલી દીધા છે જે અન્ય રાજયની ફોરેન્સીક લેબોરેટરી કરી શકી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન