Delhi ncr rain imd alert north India Kerala heavy rain-landslide
  • Home
  • Featured
  • કેરળમાં અનરાધાર વરસાદથી તબાહી, હવામાન વિભાગે બે દિવસનું આપ્યુ એલર્ટ

કેરળમાં અનરાધાર વરસાદથી તબાહી, હવામાન વિભાગે બે દિવસનું આપ્યુ એલર્ટ

 | 9:48 am IST
  • Share

  • કેરળમાં અનરાધાર વરસાદ પૂરથી તબાહી
  • ભૂસ્ખલન અને વરસાદ સાથે આવેલા પૂરથી કેરળમાં ભારે વિનાશ સર્જ્યો
  • રાહત કાર્યમાં ત્રણેય સેનાઓની મદદ લેવામાં આવી

 

કેરળમાં અનરાધાર વરસાદથી (Heavy Rain) લોકોમાં ભયનો માહોલ છે. ભૂસ્ખલન અને વરસાદ સાથે આવેલા પૂરથી કેરળમાં ભારે વિનાશ સર્જ્યો છે. ઉત્તરાખંડમાં ત્રણ દિવસ સુધી ભારે વરસાદનું રેડ એલર્ટ છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને હરિયાણામાં આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.

આ વિસ્તારોમાં વરસાદ ધમરોળશે

હવામાન વિભાગ (IMD) અનુસાર યુપીના હાથરસ, અલીગઢ, આગ્રા, દેવબંદ, નજીબાબાદ, મુઝફ્ફરનગર, બિજનૌર, હસ્તિનાપુર, ચાંદપુર, મેરઠ, હાપુર, કિથોર, મુરાદાબાદ, અમરોહા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડશે. જ્યારે હરિયાણાના પલવલ, ઔરંગાબાદ, ફરીદાબાદ, બલ્લભગઢ અને રાજસ્થાનમાં આગામી થોડા દિવસ ટુંડલા, ભરતપુર, નગર અને આસપાસના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે.

કેરળમાં વિનાશ, 26 લોકોના મોત

કેરળમાં સતત વરસાદની સાથે ભૂસ્ખલન અને પૂરને કારણે ઘણો વિનાશ થયો છે. અત્યાર સુધી માત્ર કોટ્ટાયમમાં 13 લોકોના મોત થયા છે. જ્યારે કેરળમાં વરસાદ-ભૂસ્ખલનની ઘટનાઓમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે. NDRF ની ટીમો રાહત અને બચાવ કાર્યમાં લાગેલી છે. રાહત કાર્યમાં ત્રણેય સેનાઓની મદદ લેવામાં આવી રહી છે. દરમિયાન, હવામાન વિભાગે (IMD) કેરળના 12 જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. ખાસ કરીને કોટ્ટાયમમાં, ઇડુક્કી, એર્નાકુમલ, પઠાણમથિટ્ટા અને ત્રિશૂર માટે વરસાદનું રેડ એલર્ટ છે.

અરબી સમુદ્ર ઉપર લો પ્રેશર સિસ્ટમ બની છે. જેના કારણે કેરળ સહિત દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારે વરસાદ થયો હતો. લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તેઓ ઘરની બહાર ન નીકળે અને સતર્ક રહે.

ઉત્તરાખંડમાં વરસાદની ચેતવણી

હવામાન વિભાગે (IMD) ઉત્તર ભારતના પહાડી વિસ્તારો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. આગામી 48 કલાક માટે ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના રૂપે ચેતવણી આપવામાં આવી છે.

ચાર ધામ યાત્રા અટકાવી દેવામાં આવી છે. ઉત્તરાખંડમાં લેન્ડ સ્લાઇડ્સ અને નદીઓના પૂરનો ખતરો વધી ગયો છે. ભારે વરસાદની ચેતવણીને કારણે બદ્રીનાથ ધામ જનારા તમામ મુસાફરોને રોકવામાં આવી રહ્યા છે. સરકારે વહીવટીતંત્ર અને SDRF ટીમોને એલર્ટ રહેવા સૂચના આપી છે, જેથી દુર્ઘટના સર્જાય એ પહેલા નુકસાન ટાળી શકાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો