Delhi Police captured ISI-backed militants trained by Pakistan: Report
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • દિલ્હીમાંથી ઝડપાયેલા આતંકવાદીઓને પાકિસ્તાની સેનાએ તાલીમ આપી હતી

દિલ્હીમાંથી ઝડપાયેલા આતંકવાદીઓને પાકિસ્તાની સેનાએ તાલીમ આપી હતી

 | 7:50 am IST
  • Share

કરાચીના ફાર્મ હાઉસમાં એકે ૪૭ સહિતનાં શસ્ત્રો ચલાવવાની પણ તાલીમ અપાઈ

બે આતંકીઓને મસ્કત અને ઇરાન થઈ પાકિસ્તાન લઈ જવાયા હતા

પાકિસ્તાન દ્વારા તાલીમબદ્ધ આતંકવાદી મોડયૂલના દિલ્હી પોલીસે કરેલા પર્દાફાશના એક દિવસ બાદ આ મામલામાં ચાલી રહેલી તપાસમાં જાણવા મળ્યું હતું કે, આતંકવાદીઓને પાકિસ્તાની સેનાના લેફ્ટનન્ટ કક્ષાના ગાઝી નામના અધિકારી દ્વારા હુમલાની તાલીમ અપાઇ હતી. ગાઝીને આ કામમાં જબ્બાર અને હમઝા નામના અધિકારીઓ મદદ કરી રહ્યાં હતાં.  આતંકવાદીઓને ભારતમાં આતંકવાદી હુમલા દ્વારા મહત્તમ નુકસાન પહોંચાડવા કરાચીના પરામાં આવેલા એક ફાર્મ હાઉસ અને બલોચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના અધિકારીઓ દ્વારા તાલીમ અપાઇ હતી. ઝિશાન કમાર અને ઓસામાએ પોલીસની પૂછપરછમાં જણાવ્યું હતું કે, સૌથી પહેલાં અમને માન્ય વિઝા પર ઓમાનની રાજધાની મસ્કત લઇ જવાયાં હતાં. જ્યાં અમને ૧૦ દિવસ માટે ક્વોરન્ટાઇન કરાયાં હતાં. ત્યારબાદ અમને ઇરાન અને ત્યાંથી કરાચી લઇ જવાયાં હતાં. જ્યાં તેમને બોમ્બ બનાવવાની તાલીમ અપાઈ હતી.

દિલ્હી પોલીસે ઝડપેલા આતંકવાદીઓની કરમ કુંડળી

૧. ઝિશાન કમાર – એમબીએનો અભ્યાસ, દુબઇમાં એકાઉન્ટન્ટ તરીકે કામ કર્યું, લોકડાઉનમાં ભારત આવ્યા બાદ ખજૂરનો વેપાર કરતો હતો

૨. આમિર ઃ ઝિશાનનો સગો, જેદ્દાહમાં ઘણા વર્ષોથી ર્ધાિમક શિક્ષણ આપતો હતો

૩. જાન મોહમ્મદ – વ્યવસાયે .ડ્રાઇવર, ૨૦૦૧માં એક હુમલામાં ધરપકડ કરાઇ હતી

૪. અબુ બકર – જેદ્દાહમાં થોડાં વર્ષો રહ્યા બાદ ભારત પરત ફર્યો અને દેવબંદના મદરેસામાં અભ્યાસ કરતો હતો

૫. ઓસામા – તેનો પરિવાર દિલ્હીમાં ડ્રાયફ્રુટનો વેપાર કરે છે, મિડલ ઇસ્ટના દેશોમાં કારોબાર માટે આવતો-જતો

મુંબઇમાં ગણપતિ વિસર્જન માટે અત્યંત મહત્ત્વના ગણાતા સ્થળ મરિન ડ્રાઇવ નજીક આવેલી ગીરગાવ ચોપાટીની વારંવાર રેકી કરી હતી અને મુંબઇના પરા વિસ્તારોમાં આવેલા લોકલ ટ્ર્ેનના સ્ટેશનોની પણ રેકી કરતો હતો. જાન મોહમ્મદ મુંબઇનો નિવાસી અને ડ્રાઇવર હોવાના કારણે તમામ રસ્તાથી વાકેફ હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો