Delhi police stops Ambulance for VIP Car
  • Home
  • Videos
  • Featured Videos
  • Video : લોહીમાં લથપથ બાળક પર ભારે પડ્યું VIP કલ્ચર

Video : લોહીમાં લથપથ બાળક પર ભારે પડ્યું VIP કલ્ચર

 | 5:48 pm IST

વીઆઈપી કલ્ચરના કરણે દેશની સમાન્ય જનતાને ઘણીવાર ભોગવવાનો વારો આવે છે. એનકવાર રસ્તા પર કલાકો સુધી લાંબો જામ લાગી જાય છે. એટલું જ નહીં ક્યારેક તો આ વીઆઈપી કલ્ચર લોકોના જીવ કરતા પણ વધારે મહત્વનું બની જતું હોય છે. કંઈક આવું એક માસૂમ બાળક સાથે પણ જોવા મળ્યું હતું. દેશની નોકરશાહી પણ આ કલ્ચરને આંધળુકીયા બનીને માથે પણ ચડાવે છે.

આ પણ વાંચો : હત્યાના આરોપી શાળા સંચાલકને હાથકડી વગર VIP ટ્રીટમેન્ટ !!

દિલ્હી પોલીસ એક એમ્બ્યુલંસને માત્ર એટલા માટે અટકાવી દેવામાં આવી કારણે એ રસ્તેથી કોઈ વીઆઈપી પસાર થઈ રહ્યું હતું. એમ્બ્યુલંસમાં 6 કે 7 વર્ષનો એક બાળક હતો જેના શરીરમાંથી લોહી વહી રહ્યું હતું. પરંતુ દિલ્હી પોલીસને સહેજ પણ દયા ના અજવી અને એમ્બ્યુલંસને રસ્તા પર જ રોકી રાખી.

આ પણ વાંચો : ‘VIP અને જ્જો શર્મસાર ન થાય તે માટે ટોલ પ્લાઝા પર બનશે અલગ લેન’

આસપાસના લોકો અને એમ્બ્યુલંસનો ડ્રાઈવર પોલીસને જવા દેવા માટે સતત વિનવણી કરતા રહે છે. પણ પોલીસ ટસની મસ નથી થતી. હદ તો એ ત્યારે થઈ જ્યારે ભીડે બેરિકેટ્સ જ હટાવી દીધા તેમ છતાંયે દિલ્હી પોલીસ મચક નથી આપતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે.