અમદાવાદઃ DPS બોપલ સામે વાલીઓએ કર્યો ફી વધારાનો વિરોધ

324

અમદાવાદની દિલ્હી પબ્લીક સ્કૂલ બોપલ સામે વાલીઓએ વિરોધ કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. સ્કૂલ દ્વારા કરવામાં આવેલા ફી વધારાનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. વાલીઓના જણાવ્યા પ્રમાણે એક જ ધોરણના વિદ્યાર્થીઓના વાલીઓ પાસે અલગ અલગ ફી લેવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે ધોરણ 1થી 10ના વિદ્યાર્થીઓના વાલીઓએ વિરોધ કરવામાં આવ્યો છે. વાલીઓ એવો પણ આક્ષેપ કરી રહ્યા છે કે સ્કૂલના તંત્ર દ્વારા દર વર્ષે રૂ.10,000 ફી વસુલવામાં આવે છે.

પ્રદર્શન કરતા વાલીઓના જણાવ્યા પ્રમાણે ડીપીએસ સ્કૂલ તંત્ર દ્વારા આશરે 27 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. વાલીઓનો એવો પણ આક્ષેપ છે કે સ્કૂલતંત્ર દ્વારા ટ્રાન્સ્પોસ્ટેશનના નામે તગડી ફી વસૂલવામાં આવે છે છતાં આવી ગરમી એસી જેવી સુવિધા પણ બસમાં નથી હોતી. તો બીજી તરફ સ્કૂલ દ્વાર કોઈ ચોક્કસ પ્રકારના યુનિફોર્મ અને મોંઘીદાટ સ્ટેશનરી લાવવા માટે દબાણ કરતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. જો સ્કૂલ તંત્ર દ્વાર કરવામાં આવેલો વધારો પાછો નહીં ખેંચાય તો તેમની લડત ચાલું રાખવાની પણ વાત કરી હતી. ઉલ્લેખનીય છેકે ડીપીએસ સ્કૂલ બોપલ દ્વારા આગામી શૈક્ષણિત તંત્ર દ્વારા ટ્યૂશન ફીમાં 8-10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.