delhi rain bullock cart lost balance and people fall tughlakabad underpass
  • Home
  • Featured
  • રસ્તાઓ નદી બની જતાં બળદગાડામાં સવારી કરી, બેલેન્સ બગડતાં લોકો એકબીજા પર ઢગલો થઈ ગયાં

રસ્તાઓ નદી બની જતાં બળદગાડામાં સવારી કરી, બેલેન્સ બગડતાં લોકો એકબીજા પર ઢગલો થઈ ગયાં

 | 7:23 pm IST

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બુધવારે રાતોરાત વરસાદ બાદ પણ ગુરુવારે સવારે વરસાદ ચાલુ રહ્યો હતો, જેના કારણે શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાયા હતા. ઉત્તર દિલ્હીના ઝાકીરા અંડરપાસ અને તુગલકાબાદ અંડરપાસ વરસાદના પાણીથી છલોછલ ભરાયા હતા. જેના કારણે તુગલાકાબાદ અંડરપાસના લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે.

તુગલકાબાદ અંડરપાસ પાણીથી એટલો ભરેલો હતો કે લોકોને બળદગાડીમાં પરિવહન કરવું પડ્યું. પરંતુ બળદ ગાડાનું સંતુલન ખોરવાયું અને એમાં સવાર લોકો ધડાધડ એકબીજા પર ઢગલો થઈ ગયા. હવે આ ઘટનાનો વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે અને સરકારને આડેહાથ લેવામાં આવી રહી છે. લોકો કહી રહ્યા છે કે, જુઓ દિલ્હીની શું હાલત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન