Delhi: Security tightened IGI Airport after suspicious bag was spotted in Airport premises
  • Home
  • Featured
  • દિલ્હી: IGI એરપોર્ટ પર લાવારિશ બેગમાંથી RDX મળતા ખળભળાટ, પેસેન્જર્સમાં રીતસરની દોડધામ

દિલ્હી: IGI એરપોર્ટ પર લાવારિશ બેગમાંથી RDX મળતા ખળભળાટ, પેસેન્જર્સમાં રીતસરની દોડધામ

 | 8:06 am IST

રાજધાની દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3 પર એક શંકાસ્પદ બેગ મળતા ખળભળાટ મચી ગયો છે. આ બેગમાંથી સુરક્ષા એજન્સીઓને RDX મળ્યો છે. શંકાસ્પદ બેગ મળ્યાની માહિતી બાદ તરત જ પોલીસે બેગને કબ્જામાં લઇ લીધી છે.

સીઆઇએસએફના મતે શુક્રવારે વહેલી સવારે એક વાગ્યે પિલર નંબર 4ની એન્ટ્રી પાસેથી એક શંકાસ્પદ બેગ મળી. તેને સીઆઈએસએફના કોન્સ્ટેબલ વીકે સિંહ જોઇ ગયા. બેગને કબ્જામાં લઇ ઇવીડી તપાસ કરાઇ. આ દરમ્યાન બેગની અંદરથી આરડીએક્સ મળ્યો. ડોગ સ્કવોડની ટીમે પણ બેગની તપાસ કરી. આરડીએક્સ મળ્યા બાદ તરત બોમ્બ સ્કવોડને બોલાવી લીધી અને પેસેન્જર્સની અવરજવર પર પ્રતિબંધ મૂકી દીધો હતો. જેને સવારે 3 વાગ્યે ફરીથી શરૂ કરી દીધો. 

તપાસમાં લાગી ગઇ પોલીસ

એરપોર્ટ પર શંકાસ્પદ બેગ મળતા પેસેન્જર્સમાં હડકંપ મચી ગયો. ત્યારબાદ ટર્મિનલ 3ની સામેનો રોડ બંધ કરી દેવાયો. એરપોર્ટ પર લોકોને ટર્મિનલ-3માંથી બહાર નીકળવાની મંજૂરી નહોતી. જો કે હજુ એ વાતનો ખુલાસો નથી થયો કે બેગમાં શું સામગ્રી છે. પોલીસ અત્યારે ઘટનાની તપાસમાં લાગી ગયું છે.

આ વીડિયો પણ જુઓ – વરાછાનો લોકો કેટલું પાલન કરે છે ટ્રાફિકના નિયમોનું?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન