બુરાડી કાંડ: એક જ પરિવારના 11 મોત પાછળ 11 પાઈપોનું શું છે રહસ્ય? - Sandesh
  • Home
  • Featured
  • બુરાડી કાંડ: એક જ પરિવારના 11 મોત પાછળ 11 પાઈપોનું શું છે રહસ્ય?

બુરાડી કાંડ: એક જ પરિવારના 11 મોત પાછળ 11 પાઈપોનું શું છે રહસ્ય?

 | 12:35 pm IST

દિલ્હીના બુરાડીમાં એક જ પરિવારના 11 સભ્યોના રહસ્યમય મોતોની ગુથ્થી તંત્ર-મંત્ર સાધના સાથે જોડીને ઘેરી બની ગઈ છે. પોલીસે ઘરની અંગર બનેલા મંદિરમાં રાખેલા એક રજિસ્ટર મળ્યું છે, જેમાં ધર્મ, મોક્ષ, આધ્યાત્મ અને તંત્ર-મંત્ર સાથે જોડાયેલા રહસ્યોની વાતો કરવામાં આવી છે. આ તમામ વાતો વચ્ચે તપાસ ટીમે ઘરમાં એક અજીબોગરીબ વાત નોટિસ કરી છે. અને તે છે ઘરકની બહાર પાણીની 11 પાઈપો કાઢવામાં આવી છે, જેમાંથી 7 પાઈપોનું મોઢું નીચે તરફ છે, જ્યારે 4 પાઈપોનું મોઢું ઉપરની બાજુ છે.

તમને જણાવી દઈએ કે, મૃત મળેલા 11 સભ્યોમાં 7 મહિલાઓ હતી અને 4 પુરુષ સભ્યો હતો. આશ્ચર્યની વાત એ છે કે ઘરની અંદરથી મળેલા રજિસ્ટરમાં મોતની તારીખ અને મોતની રીત પણ લખેલી છે. સૌથી મોટી વાત એ છે કે, રજિસ્ટરમાં નોંધેલી તારીખ એટલે કે 30 જૂનની રાત્રે આ કાંડ થયો અને તમામ મોતોનું રીત પણ રજિસ્ટર પ્રમાણે છે.