WOW ઓફર: દિલ્હી થી ન્યૂયોર્કની મુસાફરી કરો મફતના ભાવે... - Sandesh
  • Home
  • Business
  • WOW ઓફર: દિલ્હી થી ન્યૂયોર્કની મુસાફરી કરો મફતના ભાવે…

WOW ઓફર: દિલ્હી થી ન્યૂયોર્કની મુસાફરી કરો મફતના ભાવે…

 | 3:40 pm IST

અત્યાર સુધી દેશની અંદર સસ્તા હવાઈ યાત્રા અંગે ઘણી ઓફરો સંભાળવા મળતી રહે છે. પરંતુ આ ઓફર વચ્ચે આંતરરાષ્ટ્રીય હવાઈ યાત્રા પર પણ ધમાકેદાર ઓફર મળી રહી છે. આ ઓફરમાં માત્ર રૂ.13,500માં નવી દિલ્હીથી ન્યૂયોર્ક સુધીની મુસાફરી કરી શકશો.

સામાન્ય રીતે નવી દિલ્હીથી ન્યૂયોર્કની મુસાફરી માટેની ટિકીટ રૂ. 50 હજારથી વધુ ખર્ચવા પડે છે. પરંતુ ટૂંક સમયમાં આ ખર્ચ માત્ર ને માત્ર રૂ. 13500 જેટલો જ થશે. એટલે કે આવવા અને જવા માટેનો ખર્ચ કુલ મળીને 27 હજાર જેટલો થશે.

આ ખાસ અને ધમાકેદાર ઓફર લઈને આવી રહ્યું છે આઇસલેન્ડની બજેટ એરલાઇન વૉવ (Wow). એરલાઇનના CEO સ્કુલી મોગેનસેને જણાવ્યું કે, તેઓ દિલ્હી થી ઉત્તર અમેરિકા વચ્ચ ફ્લાઇટ શરૂ કરવા જઈ રહ્યા છે. પોતાની સસ્તી ટિકીટ અંગે કારણ આપતાં તેમણે કહ્યું કે, જો તમે ભારતથી અમેરિકા જવા માટેનો સૌથી નાનો રૂટ પસંદ કરો છો તો તે આઇસલેન્ડ ઉપરથી પસાર થાય છે. જેના કારણે ફ્લાઇટમાં ઓછો સમય લાગશે અને તેના કારણે ઇંધણ પણ ઓછું ઉપયોગમાં લેવાશે. જેના કારણે એરલાઇનને ઓછો ખર્ચ થશે અને ટિકીટ પણ સસ્તી મળશે.

કંપની તરફથી કહેવામાં આવ્યું છેકે, WOW એરલાઇન નવી દિલ્હી થી અમેરિકાને ન્યૂયૉર્ક, વોશિંગટન અને શિકાગો જવા માટેની ફ્લાઇટનું ભાડું 199 ડોલર(રૂ.13,500) માં ટિકીટ મળશે. જેમાં આઇસલેન્ડના પાટનગર રેક્જાવિકમાં એક સ્ટોપ રહેશે.

આ કંપની તરફથી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તે લાંબા અંતરમાં સૌથી સસ્તી ટિકિટ આપનાર પહેલી એરલાઇન છે. તેમજ આ એક ગેમ ચેન્જર નિર્ણય બની શકે છે. જો કે એરલાઇન આ વર્ષે ડિસેમ્બર થી નવી દિલ્હી અને અમેરિકાની સાથે સાથે યૂરોપના અન્ય શહેરોમાં પણ પોતાની ફ્લાઇટ શરૂ કરવા જઇ રહ્યું છે.