Delhi Unauthorised Colonies Regularization, Modi Government Game Plane
  • Home
  • Featured
  • કેજરીવાલ શિક્ષણ-સ્વાસ્થ્ય સંભાળતા રહ્યા ને મોદી સરકારે ખેલી નાખ્યો મોટો દાવ

કેજરીવાલ શિક્ષણ-સ્વાસ્થ્ય સંભાળતા રહ્યા ને મોદી સરકારે ખેલી નાખ્યો મોટો દાવ

 | 3:23 pm IST

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા જ ભાજપે મોટો દાવ ખેલી નાખ્યો છે. મોદી કેબિનેટની બુધવારે યોજાયેલી બેઠકમાં ગેરકાયદે કોલોનીઓને રેગ્યુલરાઈઝ કરવાના બિલને મંજૂરી આપી દેવામાં આવી છે. હવે આ વિધેયક સંસદના બંને ગૃહમાં લાવવામાં આવશે. આ ગેરકાયદે કોલોનીઓને રેગુલરાઈઝ કરવાની માંગણી અનેક વર્ષોથી ઉઠી રહી હતી, જેને પુરી કરી ભાજપે વિરોધ પક્ષો પર અત્યારથી જ સરસાઈ મેળવી લીધી છે. ભાજપના આ નિર્ણયની વિધાનસભાની ચૂંટણીમાં ભારે અસર થશે.

શિક્ષણ, સ્વાસ્થ્ય અને વિજળી પર હતું AAPનું ધ્યાન

મોદી કેબિનેટના આ નિર્ણયથી કેજરીવાલ સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. જોકે, આમ આદમી પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં શિક્ષણ અને સ્વાસ્થ્યના મામલે ચૂંટણી મેદાનમાં ઉતરવા ધારી રહી છે. આ દિશામાં આપે ભારે કામ પણ કર્યું છે. સરકારી શાળાઓને મોર્ડન બનાવવી અને મહોલ્લા ક્લિનિક પણ આપ દ્વારા ખોલવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી આ ક્ષેત્રો પર જ પોતાનું ધ્યાન કેન્દ્રીત કરી રહી હતી. આ ઉપરાંત દિલ્હીમાં 200 કિલોવોટ સુધી વિજળી પણ ફ્રી કરી દેવામાંઅ અવી હતી. પરંતુ ચૂંટણીના બે મહિના જ આડે છે ત્યારે ભાજપે ગેરકાયદે કોલોનીઓને રેગ્યુલરાઈઝ કરવાનો નિર્ણય લઈ લોકોને મોટી રાહત આપી છે અને દિલ્હીના મતદારોના મહત્વવા મુદ્દે બાજી મારી લીધી છે.

ભાજપે એક જ ઝાટકે લાખો લોકોના ચહેરા પર લાવી દીધું સ્મિત

ગેરકાયદે કોલોનીઓને રેગુલરાઈઝ કરવાના નિર્ણયની અસર દિલ્હીના 79 ગામડાઓ પર પણ પડશે. હવે આ ગામડાઓનું શહેરીકરણ થશે અને લગભગ 1700થી વધારે કોલોનીઓ કાયદેસર બનશે. સંસદમાં વિધેયક પસાર થઈ જશે તો આ કોલોનીઓમાં રહેલા લગભગ 40 લાખ લોકોને તેમનો માલિકી હક મળી જશે. આ કોલોનીઓમાં દિલ્હીનો મિડલ અને લોવર ક્લાસ રહે છે, જે ઘણા વર્ષોથી આ કોલોનીઓને રેગ્યુલરાઈઝ કરવાની રાહ જોઈ રહ્યો હતો. માનવામાં આવી રહ્યું હતું કે, ભાજપ આગામી ચૂંટણીમાં પોત્તાના આ નિર્ણયને લઈને લોકો વચ્ચે જશે અને મત માંગશે.

મોદીએ કરી હતીએ ગેરકાયદે કોલોનીઓમાં રહેતા લોકો સાથે મુલાકાત

આ અગાઉ પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે પોતાના નિવાસસ્થાને આરડબ્લ્યૂએ ઓફિસ હોલ્ડરની સાથોસાથ અનિયમિત કોલોનીઓમાં રહેતા લોકો સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ કહ્યું હતું કે, તમે લાંબા સમયથી એક અનિશ્ચિતતાના માહોલમાં વસવાટ કરી રહ્યાં છો. અનેક સરકારોએ આ દિશામાં કામ કર્યુ, પરંતુ અધુરા મનથી. અમારી સરકાર 2014માં આવી, ત્યારથી અમે દિલ્હીમાં રહેવાસીઓની મુશ્કેલીઓનો અંત લાવવા મથી રહ્યાં હતાં.

ગેરકાયદે કોલોનીમાં રહેનારા લોકોને મળશે આ લાભ

મોદી કેબિનેટે ગેરકાયદે કોલોનીઓને કાયદેસર કરવા પર મંજુરીની મહોર મારી દીધી છે. હવે સંસદમાં બિલ પાસ થતા જ આ કોલોનીઓમાં રહેનારા લોકોને તેમનો માલિકો હક મળી જશે. સાથે જ સરકારે દિલ્હી જમીન અધિગ્રહણની કલમ 81ના તમામ મામલા પાછ ખેંચી લેવાના પ્રસ્તાવને પણ મંજુરી આપી દીધી છે. સાથે જ 79 ગામોના શહેરીકરણને પણ ગ્રીન સિગ્નલ આપી દેવામાં આવ્યું છે. 

આ વીડીયો પણ જુઓ : સુરેન્દ્રનગરમાં પાક વિમા કંપની સાથે પોલીસ ફરિયાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન