Delhi : Youngman hited bar owner not for playing Sapna Chaudhari's Songs
  • Home
  • Entertainment
  • Bollywood
  • સપના ચૌધરીના સૉંગના આટલા દિવાના! ગીત ના વગાડ્યું તો બારના માલિક અને વેટરનું માથું ફોડ્યું

સપના ચૌધરીના સૉંગના આટલા દિવાના! ગીત ના વગાડ્યું તો બારના માલિક અને વેટરનું માથું ફોડ્યું

 | 5:00 pm IST

હરિયાણાની જાણીતી સિંગર અને ડાન્સર સપના ચૌધરીના કાર્યક્રમોમાં હંગામો થયાના અહેવાલો સામાન્ય છે. પરંતુ હવે તેમના ગીતોની ફરમાઇશને લઇને પણ વિવાદો થવા લાગ્યા છે. રવિવારે રાત્રે નોઇડાના જીઆઈપી મોલમાં એક પાર્ટીમાં સામેલ થવા આવેલા લોકોએ સપના ચૌધરીનું ગીત ના વગાડતા એક બારમાં માલિક અને વેટરનું માથું ફોડી નાખ્યું હતું. ફરિયાદ મળતા પોલીસે પાંચ લોકોની ધરપકડ કરીને તેમને જેલમાં બંધ કરી દેવામાં આવ્યા છે.

પોલીસના મતે, ગ્રેનો વેસ્ટની ગોડ સિટી સોસાયટીમાં રહેતા ચંદ્રશેખર ચૌહાણ શનિવારે પત્નીનો જન્મ દિવસ મનાવવા માટે ગાર્ડન ગેલેરિયા મોલમાં બનેલી અલીબાબા રેસ્ટોરન્ટ-બારને બુક કરાવ્યો હતો. રાત્રે લગભગ 9 વાગે ચંદ્રશેખર પોતાની ફેમિલી અને મિત્રો સાથે લગભગ 20 લોકોને લઇને રેસ્ટોરન્ટ પહોંચ્યા હતા, ત્યાં ડ્રિંક કર્યા બાદ તમામ લોકોએ ડાન્સ કરવાનું શરૂ કર્યું હતું. લોકોએ સપના ચૌધરીના સુપરહિટ સોંગ ‘તેરી અખિયા કો યો કાજલ’ વગાડવાની માંગ કરી હતી. ડીજેએ જણાવ્યું કે તે ગીત મારી પાસે નથી.

તેના પર લોકોએ સપનાનું બીજું સૉંગ લગાડવાની માંગ કરી, પરંતુ ડીજેએ તેમાં પણ અસમર્થતા બતાવી હતી. આરોપ છે કે, તેનાથી પાર્ટીમાં આવેલા લોકો ભડક્યા હતા. લોકોએ કહ્યું કે, આટલા પૈસા આપીને અમે રેસ્ટોરન્ટ-બાર બુક કરાવ્યો છે. તેમ છતાં અમારી પસંદગીનું ગીત કેમ વગાડતા નથી. હંગામો થતા જોઇને રેસ્ટોરન્ટ માલિક હરીશ અને એક વેટરે હસ્તક્ષેપ કરવાની કોશિશો કરી, પરંતુ નશામાં લોકોએ તેમનું માથા પર દારૂની બોતલ ફોડી હતી.

ઘટનાની જાણ થતા પોલીસે ચંદ્રશેખર ચૌહાણ, તેમના મિત્ર સોનૂ પંડિત, વિકાસ મિશ્રા અને અગમ શર્માને કલમ 151 હેઠળ ધરપકડ કરી સિટી મેજિસ્ટ્રેટની સામે રજૂ કરવામાં આવ્યા, જ્યાંથી તેમને જેલ મોકલવામાં આવ્યા હતા. એસએચઓ ઉદય પ્રતાપ સિંહે જણાવ્યું કે, બારમાં થયેલા ઝઘડાના મામલામાં 5 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. તમામને ધરપકડ કરી જેલમાં મોકલી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન