Delhi's travel agent met Premika in a hotel room in Ahmedabad with his wife
  • Home
  • Ahmedabad
  • દિલ્હીનો ટ્રાવેલ એજન્ટ પ્રેમિકા સાથે અમદાવાદની હોટલના રૂમમાં હતોને પત્ની પહોંચી ગઈ

દિલ્હીનો ટ્રાવેલ એજન્ટ પ્રેમિકા સાથે અમદાવાદની હોટલના રૂમમાં હતોને પત્ની પહોંચી ગઈ

 | 7:34 pm IST

સુભાષબ્રીજ પાસે સિલ્વર કલાઉડ હોટલના રૂમ નંબર 503માં શુક્રવારે રાત્રે પતિ,પત્ની અને વોના ઝઘડાના દ્રશ્યોથી ડરી ગયેલા હોટલ સ્ટાફે બનાવની જાણ પોલીસને કરી હતી. દિલ્હીના ટ્રાવેલ એજન્ટએ પત્નીના ઈલેકશન કાર્ડ પર રૂમ બૂક કરાવી પ્રેમિકાને રૂમમાં રાખી હતી. દિલ્હીમાં બેઠેલી પત્નીને પતિએ પોતાના નામે રૂમ બૂક કરાવ્યાની જાણ થતાં શંકા ગઈ હતી. પત્ની ફલાઈટમાં અમદાવાદ પહોંચી અને દિવસ દરમિયાન બીજી હોટલમાં રોકાયા બાદ રાત્રે સિલ્વર કલાઉડ હોટલના રૂમમાં પતિને પરસ્ત્રી સાથે રંગરેલીયા મનાવતાં ઝડપીને તમાશો કર્યો હતો.

દિલ્હી ખાતે રહેતી ચાર્ટડ એકાઉન્ટ કંપનીમાં ઓફીસ મેનેજર તરીકે ફરજ બજાવતી વૃંદાના લગ્ન નેશનલ ટૂર ટ્રાવેલ એજન્સી ધરાવતાં યુવક જીતેન્દ્ર સાથે થયા હતા. લગ્નજીવનથી દંપતીને એક પુત્ર અને એક પુત્રીનો સમાવેશ થાય છે. ગત ગુરૂવારે જીતેન્દ્રએ પત્ની વૃંદાને કામ અર્થે વડોદરા જવાની વાત કરીને નીકળી ગયો હતો. બાદમાં તે અમદાવાની સિલ્વર કલાઉડ હોટલમાં પોતાની પ્રેમિકા સાથે રોકાયો હતો.

દિલ્હીમાં બેઠેલી પત્નીને પતિએ પોતાના નામે રૂમ બૂક કરાવ્યાની જાણ થતાં શંકા ગઈ હતી. પત્ની ફલાઈટમાં અમદાવાદ પહોંચી અને દિવસ દરમિયાન બીજી હોટલમાં રોકાયા બાદ રાત્રે સિલ્વર કલાઉડ હોટલના રૂમમાં પતિને પરસ્ત્રી સાથે રંગરેલીયા મનાવતાં ઝડપીને તમાશો કર્યો હતો. આમ ઘટના શહેરમાં ચર્ચાનું સ્થાન બની હતી.

આ વીડિયો પણ જુઓ : સુરતમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વીડિયો વાયરલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન