Delta variant of Corona arrived in Fujian province, the whole city sealed
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચીનમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, આ શહેરને કરવામાં આવ્યું સીલ

ચીનમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું, આ શહેરને કરવામાં આવ્યું સીલ

 | 5:13 pm IST
  • Share

  • ચીનના Fujian પ્રાંતમાં કોરોનાના ડેલ્ટ વેરિએન્ટનો કહેર
  • શહેરમાં કડક પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા
  • જાહેર સ્થળો પર લોકોને ભેગા થવા પર મનાઈ

 

ચીનના વૂહાન શહેરમાંથી શરૂ થયેલો કોરોનાનો કહેર હવે વિશ્વના મોટા ભાગના દેશને હંફાવી રહ્યો છે. જો કે વચ્ચે એક સમય એવો પણ આવ્યો કે જ્યારે ચીનમાં બધુ પૂર્વરત થઈ ગયું અને લોકો સામાન્ય જીવન જીવવા લાગ્યા. પરંતુ હવે ચીનના દક્ષિણપૂર્વી ફૂજિયાન(Fujian) ના એક શહેરમાં સિનેમાઘર, જિમ અને હાઈવે બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીંના રહેવાસીઓને શહેર ન છોડવાની સૂચના આપવામાં આવી છે. સ્થાનિયસ્તરે કોરોના સંક્રમણ ફરી સામે આવ્યા બાદ ચીનના આ શહેરમાં નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્થાનિક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ફુજિયાનના પુતિયન શહેરમાં કોરોનાની સ્થિતિ ગંભીર અને જટિલ છે. અહીં લોકોમાં કોરોના સંક્રમણના નવા કેસ જોવા મળ્યા હતા. નોંધનિય છે કે, પુતિયન શહેરની વસ્તી 3.2 મિલિયન છે. અહીં કોરોના સંક્રમણના ખતરા વચ્ચે નેશનલ હેલ્થ ઓથોરિટી ઓફ ચાઇનાએ એક નિષ્ણાત લોકોની ટીમ મોકલી છે. આ ઉપરાંત અહીંની કેટલીક શાળાઓમાં ઓફલાઈન અભ્યાસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. જેથી કોરોનાનું સંક્રમણ ન ફેલાય.

ચીનના નેશનલ હેલ્થ કમીશનના જણાવ્યા પ્રમાણે 10થી 12 સપ્ટેમ્બરની વચ્ચે ફુજિયામાં કોરોનાના 43 નવા કેસ સામે આવ્યા હતા જેમાથી 35 પુતિયાનના હતા. આ ઉપરાંત પુતિયાનમાં 10 સપ્ટેમ્બરથી 32 લક્ષણો વિનાના કેસ પણ સામે આવ્યા હતા. જો કે ચીન લક્ષણો વિનાના કેસોના પુષ્ટિ થયેલ કેસોંમાં ગણતુ નથી જ્યાં સુધી સંક્રમિતમાં તાવ અને અન્ય ક્લીનિકલ લક્ષણો ન હોય.

નોંધનિય છે કે, 12 સપ્ટેમ્બર સુધી ચીનમાં કુલ 95,248 કોરોના કેસ નોંધાયા હતા જ્યારે 4,636 લોકોના મોત નિપજ્યાં હતા. તમને જણાવી દઈએ કે, કોરોનાનો છેલ્લો પ્રકોપ ચીનના જિયાંગસુમાં જોવા મળ્યો હતો, જે તાજેતરમાં બે સપ્તાહ પહેલા સમાપ્ત થયો હતો. હવે અહીં કોઈ નવા કેસ નોંધાયેલ નથી. જિયાંગસુમાં એક મહિના સુધી કોરોનાનો કહેર ચાલુ રહ્યો હતો. આ અંગે સ્થાનિક આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, પુતિયનમાં નોંધાયેલા કેસોની તપાસમાં જાણવા મળ્યું છે કે, આ લોકો ઝડપથી ફેલાતા ડેલ્ટા વેરિઅન્ટથી પ્રભાવિત થયા છે. તેથી હાલમાં આ વિસ્તારમાં કડક પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો