Delta variant's wailing in China applies lock down in Xiamen city
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચીનમાં ડેલ્ટા વેરિઅન્ટનો હાહાકાર શીઆમેન શહેરમાં લોકડાઉન લાગુ

ચીનમાં ડેલ્ટા વેરિઅન્ટનો હાહાકાર શીઆમેન શહેરમાં લોકડાઉન લાગુ

 | 8:00 am IST
  • Share

ચીનનાં ફ્યૂજિઆન પ્રાંતમાં આવેલા 4.5 લાખની વસ્તી ધરાવતા શીઆમેન શહેરમાં કોરોના ડેલ્ટા વેરિઅન્ટે હાહાકાર મચાવતા આખા શહેરમાં લોકડાઉન જાહેર કરાયું છે. કોરોનાને વકરતો અટકાવવા માટે આ પગલું લેવાયું છે. દરિયાકાંઠે આવેલું આ શહેર ઈલેક્ટ્રોનિક્સ સાધનો બનાવતી કંપનીઓનું મોટું કેન્દ્ર છે. સોમવાર રાતથી ત્યાં શીઆમેનમાં લોકોની અવરજવર પર પ્રતિબંધ મુકાયો છે.

વેપાર ધંધા બંધ કરાયા છે. સિનેમા, બાર, જિમ, લાઈબ્રેરી સહિત અન્ય પાર્ક વગેરે બંધ કરાયા છે. ફ્યૂજિઆન પ્રાંતનાં ત્રણ શહેરોમાં ડેલ્ટા વેરિઅન્ટ જોવા મળ્યો છે જેના 103 કેસ મળી આવ્યા છે. શીઆમેન શહેરમાં 33 કેસ મળી આવ્યા છે જ્યારે પુટિયાનમાં 59 કેસ નોંધાયા છે. ઓગસ્ટમાં બે વિદ્યાર્થીઓમાં પહેલા ડેલ્ટા વેરિઅન્ટ મળી આવ્યા હતા. આ બંને વિદ્યાર્થી બહાર અભ્યાસ કરવા ગયા હતા અને સાથે વાઈરસ લેતા આવ્યા હોવાનું જાણવા મળે છે.

આખા વિશ્વમાં 20.29 કરોડ લોકો સારવાર પછી કોરોનામાંથી સાજા થયા છે. વિશ્વમાં અમેરિકા સહિત કેટલાક દેશોમાં કોરોના વકર્યા પછી કુલ સંક્રમિતોનો આંકડો 22.62 કરોડ  થયો છે. 46.55 લાખથી વધુ લોકોનાં મોત થયા છે. 1.86 કરોડથી વધુ કેસ એક્ટિવ છે. જેને સારવાર અપાઈ રહી છે.

છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસનો આંકડો  4,47,278 થયો છે. 6962 લોકોએ જીવ ગુમાવ્યો છે.  બીજી તરફ અમેરિકામાં સ્થિતિ હજી ગંભીર છે. દરરોજ નોંધાતા નવા કેસ 1 લાખનો આંકડો વટાવીને  1,09,432 થયા છે. 815 લોકોનો કોરોનાએ ભોગ લીધો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન