ભીમ આર્મી દ્વારા મુંબઇનાં આ સ્ટેશનને ડો.બાબાસાહેબ આંબેડકર નામ આપવાની માંગ - Sandesh
  • Home
  • Mumbai
  • ભીમ આર્મી દ્વારા મુંબઇનાં આ સ્ટેશનને ડો.બાબાસાહેબ આંબેડકર નામ આપવાની માંગ

ભીમ આર્મી દ્વારા મુંબઇનાં આ સ્ટેશનને ડો.બાબાસાહેબ આંબેડકર નામ આપવાની માંગ

 | 8:02 pm IST

ભારતના બંધારણના ઘડવૈયા ડોકટર બાબાસાહેબ આંબેડકરની આજે 62 મી પુણ્યતિથિના મહાપરિનિર્વાણ દિને ભીમ આર્મીએ દાદર સ્ટેશનને ડો. બાબાસાહેબ આંબેડકરનું નામ આપાવમાં આવે એ માગણી સાથે દાદર સ્ટેશન પર આંદોલન કર્યું હતું. આ આંદોલનમાં મહિલાઓએ પણ ભાગ લીધો હતો. ભીમ આર્મીના કાર્યકરોએ દાદર સ્ટેશન પર નામના પાટિયા પર ડો.બાબાસાહેબ આંબેડકરના નામના સ્ટિકર લગાડયા હતા.

ભીમ આર્મીના અધ્યક્ષ અશોક કાંબળેએ કહ્યું હતું કે છેલ્લા 25 થી 30 વર્ષથી દાદર રેલવે સ્ટેશનનું નામ બદલીને ડો. બાબાસાહેબ આંબેડકર ર્ટિમનસ રાખવાની માગ અમે કરી રહ્યા છીએ. આ બાબતે રેલવે પ્રશાસન અને મુખ્ય પ્રધાનને પણ પત્રો મોકલવામાં આવ્યા છે, પણ સરકાર અમારી માગણી સામે સતત આંખ આડા કાન કરી રહી છે. એથી અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડે છે. પોલીસે અશોક કાંબળેને તાબામાં લઇ કાર્યવાહી કરી હતી.

દાદર સ્ટેશનનું નામ બદલવાની જરૂર નથીઃ પ્રકાશ આંબેડકર

ભીમ આર્મીએે દાદર સ્ટેશનનું નામ બદલીને તેને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનું નામ આપવાની માગને ડો. બાબાસાહેબ આંબેડકરના પૌત્ર અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયાના વડા પ્રકાશ આંબેડકરે અયોગ્ય ગણાવી છે. તેમણે કહ્યું છે કે દાદર સ્ટેશનનું નામ દાદર જ બરોબર છે. સેંડહર્સ્ટ્ રોડ, કુલાબા, માહિમ, દાદર આ નામ જેમના તેમ રહેવા જોઈએ. સાત ટાપુઓને જોડીને બનાવાયેલી મુંબઈને તેનો પોતાનો આગવો ઇતિહાસ છે તેની સાથે ચેડાં ન થવા જોઈએ.

ચૈત્યભૂમિ દર્શને આવેલી બે મહિલા ચાલુ ટ્રેનમાં ઉતરીઃ જીઆરપીના જવાનોએ બચાવી

દાદર ચૈત્યભૂમિમાં દર્શન કરવા આવેલી બે મહિલાઓને ખરા સમયે મદદ કરી જીઆરપીના જવાનોએ બચાવી લીધી હતી. દાદર વેસ્ટર્ન રેલવેમાં ચર્ચગેટથી બોરીવલી જતી સ્લો લોકલ આવીને ઊભી રહી હતી. અનેક પ્રવાસી ઉતર્યા હતા અને સામે પ્રવાસીએ ચડયા પણ હતા, પણ ટ્રેન ચાલુ થઇ ગયા બાદ મહિલાઓના ડબ્બામાંથી સફેદ સાડી પહેરેલી બે મહિલાઓે ઉતાવળમાં ચાલુ ટ્રેનમાં ઉતરી હતી. રોજની આદત ન હોવાથી તેઓ ચાલુ ટ્રેન સાથે કદમ મીલાવી શકી નહોતી અને નીચે પટકાઈ હતી. તેઓ પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચેના ગેપમાંથી નીચે સરકી પડે અને અક્સ્માત થાય એ પહેલા પ્લેટફોર્મ પર તહેનાત જીઆરપીના જવાનો દોડયા હતા અને તેમને અણીના સમયે બચાવી લીધી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન