Demand to exclude 2 players of Team India from T20 World Cup
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ટીમ ઈન્ડિયાના 2 ખેલાડીઓને T20 વર્લ્ડ કપમાંથી બહાર કાઢવાની માંગ, ફેન્સ થયા ગુસ્સે

ટીમ ઈન્ડિયાના 2 ખેલાડીઓને T20 વર્લ્ડ કપમાંથી બહાર કાઢવાની માંગ, ફેન્સ થયા ગુસ્સે

 | 12:35 pm IST
  • Share

T20 વર્લ્ડ કપ 2021 UAEમાં 17 ઓક્ટોબરથી શરૂ થશે. T20 વર્લ્ડ કપમાં ભારતે 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે પોતાની પ્રથમ મેચ રમવાની છે. T20 વર્લ્ડકપમાં તક મળી ત્યારથી સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનનો ફ્લોપ શો ચાલુ છે. શિખર ધવનને T20 વર્લ્ડ કપ ટીમમાંથી ઇશાન કિશન માટે પસંદગીકારો દ્વારા બહાર નીકાળી દેવાયો હતો, જ્યારે શ્રેયસ અય્યર જેવા પ્રતિભાશાળી ખેલાડી સૂર્યકુમાર યાદવને નજર અંદાજ કરવામાં આવ્યો હતો. શ્રેયસ અય્યરને રિઝર્વ ખેલાડી તરીકે રાખવામાં આવ્યો છે.

આ ખેલાડીઓને ટી 20 વર્લ્ડ કપમાંથી બાકાત કરવાની માંગ

IPLમાં સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. આ નબળું પ્રદર્શન જોઈને ફેન્સ પણ ખૂબ નિરાશ છે. ભારતીય ચાહકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો સતત ઉદ્ભવતા હોય છે. આ મેચમાં સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશનના ખરાબ પ્રદર્શનને કારણે તેમને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ICC દ્વારા બહાર પાડવામાં આવેલા નિયમો અનુસાર ટીમ મેનેજમેન્ટ હજુ પણ તેની ટીમમાં ફેરફાર કરી શકે છે. આવી સ્થિતિમાં સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનને T20 વર્લ્ડ કપ ટીમમાંથી બાકાત કરવાની માંગ ઉઠી છે.

IPL 2021 નો બીજો તબક્કો T20 વર્લ્ડ કપ 2021 ની તૈયારી માટે જોવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી ભારત તરફથી T20 વર્લ્ડ કપ માટે પસંદ કરાયેલા કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન બીજા તબક્કામાં ખૂબ જ ખરાબ રહ્યું છે. ખાસ કરીને જો તમે સૂર્યકુમાર યાદવ પર એક નજર નાખો, તો તેણે UAE લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) માટે 2 મેચ રમી છે. પરંતુ ખાસ રન બનાવી શક્યો ન હતો. ઈશાન કિશન સાથે પણ આવું જ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો