Democratic Presidential Nominee Joe Biden Thinks on Kashmir, NRC And CAA
  • Home
  • Featured
  • અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા પહેલાં જ બાઇડને ભારતને આપ્યો જોરદાર ઝાટકો

અમેરિકાના રાષ્ટ્રપતિ બનતા પહેલાં જ બાઇડને ભારતને આપ્યો જોરદાર ઝાટકો

 | 6:30 am IST

। વોશિંગ્ટન ।

અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીનાં સત્તાવાર ઉમેદવાર નિયુક્ત થયેલા જો બિડેને જણાવ્યું હતુ કે  ભારત સરકારે કાશ્મીરના તમામ લોકોનાં અધિકારોના પુનઃ સ્થાપન અંગે તમામ જરૂરી પગલાં લેવા જોઈએ. તેમણે ભારત સરકાર દ્વારા આસામમાં NRCનાં અમલ સામે તેમજ સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ સામે પણ નારાજગી વ્યક્ત કરી હતી. જો બિડેન ઓબામાના શાસનમાં વાઇસ પ્રેસિડેન્ટ હતા. જો બિડેને કહ્યું કે ભારત સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાં ત્યાંની લાંબાગાળાની સેક્યુલારિઝમની પરંપરા તેમજ બહુધાર્મિક સંપ્રદાયની લોકશાહી મુજબના નથી.

હિન્દુ અમેરિકન ગ્રૂપ દ્વારા બિડેનનો વિરોધ

હિન્દુ અમેરિકનોનું ગ્રૂપ તાજેતરમાં બિડેનની ચૂંટણી પ્રચાર ઝુંબેશના અધિકારીઓને મળ્યું હતું. જ્યાં તેમણે ભારત સામે વપરાતી ખરાબ ભાષાનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને તેમની આ માનસિકતાને બદલવા અપીલ કરી હતી. ગ્રૂપ દ્વારા હિન્દુ અમેરિકનો માટે પણ પોલિસી પેપર જાહેર કરવા માગણી કરાઈ હતી. બિડેને તેમની ચૂંટણી ઝુંબેશમાં બહુમતી મુસ્લિમ વસતી ધરાવતા દેશોમાં જે કંઈ થઈ રહ્યું છે તે સંદર્ભમાં મુસ્લિમ અમેરિકનોની લાગણીઓને વાચા આપી હતી. પણ આની સાથે સાથે ભારતનાં કાશ્મીર અને આસામમાં જે કંઈ થઈ રહ્યું છે તેને પણ પોલિસી પેપરમાં આવરી લેવાયું હતું.

બિડેન ભારતની સમસ્યાથી માહિતગાર : ભૂટોરિયા

બિડેનનાં ટેકેદાર અજય જૈન ભૂટોરિયાએ જણાવ્યું હતું કે બિડેન સારી રીતે જાણે છે કે ભારત આતંકવાદની સમસ્યાથી ઘેરાયેલું છે. ક્રોસ બોર્ડર ત્રાસવાદ, કાશ્મીરમાં લઘુમતી હિન્દુઓ પર અત્યાચાર, ચીન સાથે તંગદિલી તેમજ ભારત સાથે ગાઢ મૈત્રીનાં મુદ્દાથી સારી રીતે માહિતગાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન