Demonetization hits Train Robbers too who looted 5.78 Cr
  • Home
  • India
  • ટ્રેનનું છાપરૂ કાપીને 5.78 કરોડ રૂપિયા લૂંટ્યા પણ લાગુ થઈ ગઈ નોટબંધી

ટ્રેનનું છાપરૂ કાપીને 5.78 કરોડ રૂપિયા લૂંટ્યા પણ લાગુ થઈ ગઈ નોટબંધી

 | 5:31 pm IST

નોટબંધીના કારણે દેશની અર્થવ્યવસ્થાને કેટલું નુંકશાન થયું અને કેટલો ફાયદો થયો તેની ચર્ચા તો વર્ષો સુધી થતી જ રહેશે પણ એક ઘટના એવી પણ સામે આવી છે જેને પણ હંમેશા યાદ રાખવામાં આવશે. આ ઘટના ખુબ જ હાસ્યાસ્પદ પણ છે.

વાત એમ છે કે સીબીસીઆઈડીને જાણકારી મળી હતી કે એચ મોહર સિંહ, રૂસી પર્દી, મહેશ પર્દી, કાલિયા ઉર્ફે કૃષ્ણા અને બિલ્ટિયાએ વર્ષ 2016માં સલેમ-ચેન્નઈ એક્સપ્રેસમાં દરોડા પાડી 5.78 કરોડ રૂપિયા લૂંટી લીધા હતાં. પોલીસના જણાવ્યા પ્રમાણે મુખ્ય આરોપી મોહર સિંહ સાથે આ તમામ આરોપીઓ 2016માં તમિળનાડુ આવ્યા હતાં અને રેલવે સ્ટેશનો, ટ્રેન ટ્રેક અને પુલોની નીચે એમ ઘણી જગ્યાએ પોતાના અડ્ડા જમાવ્યા હતાં.

તે દરમિયાન મોહર સિંહને પોતાના જ એક સાથી દ્વારા જાણવા મળ્યું હતું કે, સલેમ-ચેન્નઈ એક્સપ્રેસ ટ્રેનમાં મોટા પ્રમાણમાં પૈસા મોકલવામાં આવી રહ્યાં છે. જેથી કાલિયા, રૂસી, બિલ્ટિયાએ આ ટ્રેન જે રૂટ પરથી પસાર થવાની હતી ત્યાં અયોથિપટ્ટનમ અને વિરૂદચલમ વચ્ચે અનેક સપ્તાહ સુધી આ ટ્રેનની મુસાફરી કરી. ત્યાર બાદ આ ગેંગે ચિન્નાસલમ અને વિરૂદચલમ સ્ટેશન વચ્ચે ટ્રેનને લૂંટવાનો નિર્ણય કર્યો. કારણ કે આ બંને સ્ટેશનો વચ્ચે જ ટ્રેન ક્યાંય પણ રોકાયા વગર સતત 45 મીનીટ સુધી ચાલતી હતી. યોજના પ્રમાણે મોહન સિંહ તેના ચાર સાથીદારો સાથે ચિન્નાસલમ સ્ટેશન પરથી ટ્રેનમાં ચઢી જાય છે. થોડા અંતર બાદ તેઓ ટ્રેનના પાર્સલ વાનની છત સુધી પહોંચે છે. ત્યાદ બાદ બેટરીથી ચાલતા કટર મારફતે તેમાં છેદ કરે છે.

બે સાથીઓ આ છેદમાંથી કેસ વાન ભરેલા ડબ્બામાં ઉતરે છે અને લાકડાના બોક્સમાં રાખેલા પૈસા કાઢી છ લુંગીમાં ભરી લે છે. આ ગેંગનો જ એક મહેશ પર્દી નામનો સાથીદાર વિરૂદચલમ સ્ટેશન નજીક બનેલા બ્રિજ પર અગાઉથી જ રાહ જોઈને બેઠો હોય છે. ટ્રેન ત્યાંથી પસાર થતાની સાથે જ પૈસા ભરેલી તમામ લુંગીઓ ફેંકી દીધી. લાગ જોઈ તમામ લુંટારાઓ ટ્રેન પરથી કુદીને ફરાર થઈ જાય છે. પૈસાનો સરખા ભાગે વહેંચી દે છે. પરંતુ લુંટારાઓનું દુર્ભાગ્ય એ રહ્યું કે તેઓ તમામ પૈસા ખર્ચે તે પહેલા 3 જ મહિનામાં નોટબંધી લાગુ થઈ જાય છે.