અદાણીની કોલસાની ખાણમાં ઓસ્ટ્રેલિયનો કરી રહ્યા છે `હાથ કાળા’ - Sandesh
  • Home
  • Featured
  • અદાણીની કોલસાની ખાણમાં ઓસ્ટ્રેલિયનો કરી રહ્યા છે `હાથ કાળા’

અદાણીની કોલસાની ખાણમાં ઓસ્ટ્રેલિયનો કરી રહ્યા છે `હાથ કાળા’

 | 10:19 am IST

ઓસ્ટ્રેલિયાનાં ક્વિન્સલેન્ડમાં ભારતનાં માઈનિંગ માંધાતા અદાણી એન્ટરપ્રાઈઝ દ્વારા હાથ ધરવામાં આવી રહેલા કોલ માઈન પ્રોજેક્ટનો ઓસ્ટ્રેલિયામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. શનિવારે હજારો લોકોએ અદાણી ગો હોમ સૂત્રો લખેલા બેનર સાથે વિરોધ પ્રદર્શન અને દેખાવો યોજ્યા હતા. પર્યાવરણવાદીઓ દ્વારા ”સ્ટોપ અદાણી” ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

આમ અદાણીનાં સૂચિત કાર્માઈકલ કોલ માઈન પ્રોજેક્ટ સામે ફરી અવરોધો સર્જાયા છે. પર્યાવરણ અને ફાઈનાન્સનાં વિવાદો વચ્ચે આ પ્રોજેક્ટ વર્ષોથી અટવાઈને વિલંબમાં મુકાઈ રહ્યો છે. પર્યાવરણવાદીઓની દલીલ છે કે અદાણીનાં આ પ્રોજેક્ટને કારણે ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જાશે તેમજ ક્વિન્સલેન્ડમાં ગ્રેટ બેરિયર રિફને તે ભારે નુકસાન પહોંચાડશે. સ્ટોપ અદાણી ઝુંબેશ દ્વારા તાજેતરમાં ૪૫ વિરોધ પ્રદર્શન અને દેખાવો કરાયા છે. ૫૬ ટકા ઓસ્ટ્રેલિયન્સ અદાણીના કોલ માઈનનો વિરોધ કરે છે.

અદાણીનો પ્રોજેક્ટ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા સર્જશે

શનિવારે સિડનીનાં બોન્ડી બીચ પર ૧૦૦૦થી વધુ લોકોએ ”સ્ટોપ અદાણી”ની પ્રતિકૃતિ સર્જતી માનવ આકૃતિ બનાવી હતી તેમ એક્ટિવિસ્ટ ગ્રૂપ ૩૫૦નાં ઓર્ગેનાઈઝર બ્લેર પાલેસે જણાવ્યું હતું. રાષ્ટ્રીય સ્તરે યોજાઈ રહેલા આ દેખાવો અને વિરોધ પ્રદર્શનો એવો નિર્દેશ કરે છે કે અડધુ ઓસ્ટ્રેલિયા અદાણીનાં પ્રોજેક્ટનાં વિરોધમાં છે. આ વિરોધ હવે ક્વિન્સલેન્ડની બહાર પહોંચ્યો છે. ૪ અબજ ડોલરનાં પ્રાથમિક રોકાણ દ્વારા હાથ ધરાનાર આ પ્રોજેક્ટ માટે અદાણી ફંડ ઊભું કરી શકશે કે કેમ તે અંગે કેટલાક નિષ્ણાતોએ શંકા જન્માવી છે. કોઈ  સ્થાનિક બેન્ક તેને પૈસા આપવા તૈયાર નથી. ઓસ્ટ્રેલિયાએ જ્યારે ગ્લોબલ ર્વોિમગ સંધિ કરી છે ત્યારે વિશ્વની સૌથી મોટી કોલસાની ખાણ માટે ગાંડપણ અને દુરાગ્રહ રાખવામાં આવી રહ્યો છે.

અદાણીનો અબજો ડોલરની રોયલ્ટી મળવાનો બચાવ

અદાણી આ પ્રોજેક્ટ માટે બચાવ કરી રહ્યા છે કે સૂચિત પ્રોજેક્ટથી અબજો ડોલરની રોયલ્ટી મળશે અને કરવેરાની જંગી આવક થશે. હજારોને રોજગારી મળશે અને ભારતમાં કોલસાની નિકાસ કરીને ત્યાં ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પૂરી પાડી શકાશે.