dena bank and vijaya bank to merge with bank of baroda know the impact on customers
  • Home
  • Business
  • 1 એપ્રિલથી ‘બંધ’ થઇ જશે આ બે મોટી બેંકો, જાણો શું પડશે ગ્રાહકો પર અસર

1 એપ્રિલથી ‘બંધ’ થઇ જશે આ બે મોટી બેંકો, જાણો શું પડશે ગ્રાહકો પર અસર

 | 1:58 pm IST

બેંક ઓફ બરોડા (BoB)માં દેના બેંક અને વિજયા બેંકનું વિલીનકરણ 1 લી એપ્રિલથી અસરકારક રહેશે. એટલે કે, દેના અને વિજયા બેંકના ગ્રાહકોના બેંક એકાઉન્ટ્સ હવે બેંક ઓફ બરોડામાં તબદીલ કરવામાં આવશે. બેંક ઓફ બરોડાના ડિરેક્ટર બોર્ડે 11 માર્ચના રોજ વિજયા બેંક અને દેના બેંકના શેરહોલ્ડરોને બેંક ઓફ બરોડાના ઇક્વિટી શેર ઇશ્યુ કરવાના મુદ્દા માટે રેકોર્ડની તારીખ જારી કરી છે. મર્જર યોજના હેઠળ, વિજયા બેંકના શેરહોલ્ડરોને દરેક 1000 શેરો પર બેંક ઓફ બરોડાના 402 ઇક્વિટી શેર મળશે. તેવી જ રીતે, દેના બેંકના શેરહોલ્ડરોને દર 1000 શેર પર બેંક ઓફ બરોડાના 110 શેર મળશે.

દેશની ચોથી સૌથી મોટી બેંક
આ મર્જર થયા પછી બેંક ઓફ બરોડા દેશમાં ત્રીજી સૌથી મોટી બેંક બનશે. હાલમાં 45.85 લાખ કરોડના મૂલ્યના વેપાર સાથે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) પ્રથમ, 15.8 લાખ કરોડ રૂપિયાના ટર્નઓવર સાથે એચડીએફસી બેંક (HDFC) બીજા અને 11.02 લાખ કરોડ રૂપિયાના ટર્નઓવર સાથે આઇસીઆઇસીઆઇ બેંક (ICICI) ત્રીજા સ્થાન પર છે. આ રીતે બેંક ઓફ બરોડા આઇસીઆઇસીઆઇ બેંકને પાછળ રાખી દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેંક બની જશે.

ગ્રાહકો પર અસર
બેંકોના મર્જરની અસર આ બેંકોના ગ્રાહકો પર પણ પડશે. ચાલો જાણીએ કે, તેમના પર કઇ મોટી અસર થશે …

1. ગ્રાહકોને નવો ખાતા નંબર અને ગ્રાહક આઈડી મેળી શકે છે.

2. જે ગ્રાહકોને નવો ખાતા ક્રમાંક અથવા આઈએફએસસી કોડ મળશે, તેમણે નવી માહિતી ઇન્કમ ટેક્સ વિભાગ, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ, રાષ્ટ્રીય પેન્શન યોજના (એનપીએસ) વગેરેમાં અપડેટ કરાવો પડશે.

3. એસઆઈપી અથવા લોન ઇએમઆઈ માટે, ગ્રાહકોને નવું સૂચના ફોર્મ ભરવું પડશે.

4. નવી ચેક બુક, ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ ઇશ્યૂ કરી શકાય છે.

5. ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) અથવા રિકરિંગ ડિપોઝિટ (આરડી) પરના વ્યાજમાં કોઈ ફેરફાર નહીં થાય.

6. જે વ્યાજદર પર વ્હિકલ લોન, હોમ લોન, વ્યક્તિગત લોન લેવામાં આવી છે તેમાં કોઈ ફેરફાર નહીં થાય.

7. કેટલીક શાખાઓ બંધ થઈ શકે છે, તેથી ગ્રાહકોને નવી શાખાઓ પર જવું પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન