dengue and maleria cases rise in Junagadh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જૂનાગઢમાં આ રોગચાળાનો કહેર વધતાં જ તંત્ર એલર્ટ, તકેદારી જરૂરી

જૂનાગઢમાં આ રોગચાળાનો કહેર વધતાં જ તંત્ર એલર્ટ, તકેદારી જરૂરી

 | 12:46 pm IST
  • Share

  • ચોમાસાની સીઝન પૂરી થતાં જ રોગચાળાએ ઉંચક્યું માથું

  •  મેલેરિયા અને ડેન્ગ્યૂના કેસ વધતાં તંત્ર થયું એલર્ટ

  •  રોગચાળાને લઈને ખાસ તકેદારી રાખવાની છે જરૂર

     

જૂનાગઢમાં દિવસે દિવસે રોગચાળાનો ભરડો વધતો જાય છે અને મેલેરિયા ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં જૂનાગઢમાં દિવસે દિવસે રોગચાળાનો ભરડો વધતો જાય છે અને મેલેરિયા ડેન્ગ્યુના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.

ચોમાસાની સીઝન પૂરી થતાં જ રોગચાળાએ ઉંચક્યું માથું

ચોમાસાની સીઝન પૂર્ણ થતા રોગચાળાએ માથું ઉંચક્યું છે. જૂનાગઢ જિલ્લામાં સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટયો છે. જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં 160થી વધારે ડેન્ગ્યુના કેસ ખાનગી હોસ્પિટલમાં નોંધાયા છે તેમજ ખાનગી હોસ્પિટલોમાં 40થી વધારે મેલેરિયાના દર્દીઓ નોંધાયા છે, ઉપરાંત ૧૦થી વધારે ચિકનગુનિયાના દર્દીઓ જોવા મળી રહ્યા છે.

લોકોએ આ પ્રકારની સાવધાની રાખવાની છે જરૂર

મચ્છર જગ્યા અને પાણીજન્ય રોગચાળામાં ખાસ કરીને દર્દીઓનો વધારો થતાં લોકોએ સાવધાની રાખવાની જરૂરિયાત છે. ખાસ કરીને શરદી તાવ ઉધરસ જેવા લક્ષણો આવે તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જઈને ચેક અપ કરાવવું જોઇએ અને રિપોર્ટ કરાવી ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આ સિવાય તકેદારીના ભાગરૂપે ઘરમાં રાખવામાં આવેલા અને વરસાદી પાણી ભરાયા હોય તેવા ટાયર, માટીના વાસણોને ફેંકી દેવા જોઈએ. આ ઉપરાંત આખી બાંયના શર્ટ પહેરવા જોઈએ જેથી ડેન્ગ્યુના મચ્છરથી દૂરી રાખી શકાય. આ મચ્છર ખાસ કરીને ચોખ્ખા પાણીમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. જેથી કોઈ જગ્યાએ પાણી ભરાઈ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

કેસ વધવાના કારણે તંત્ર થયું એલર્ટ

આમ જૂનાગઢમાં ડેન્ગ્યુ મેલેરિયા અને ચિકન ગુનિયાના કેસમાં વધારો થતાં તંત્ર એક્શનમાં આવ્યું છે અને લોકોને પણ સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો