Dentist's Daughter Stuck In Elevator, Crashed at Bhau Daji Lad Museum
  • Home
  • Featured
  • લિફ્ટમાં બેસતા પહેલાં સો વખત વિચારજો, કારણ કે મુંબઇમાં બની છે કંપાવનારી ઘટના

લિફ્ટમાં બેસતા પહેલાં સો વખત વિચારજો, કારણ કે મુંબઇમાં બની છે કંપાવનારી ઘટના

 | 1:52 pm IST

ગયા મહિને 28મી એપ્રિલના રોજ સાઉથ બોમ્બેના ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં લિફ્ટ ક્રેશ કરતાં એક ડેંટિસ્ટનું મોત થયું અને તેમની દીકરી ઘાયલ થઇ ગઇ. અકસ્માતનું કારણ તપાસ કરતાં ખબર પડી કે આ લિફ્ટનો ઉપયોગ ઓપરેટર વગર થવો જોઇતો નહોતો. લિફ્ટ ઇંસ્ટોલ કરનાર કંપનીના મતે તેને 2014ની સાલમાં મ્યુઝિમયના પ્રશાસનને આ અંગે માહિતી આપી હતી કે એક ટ્રેનર લિફ્ટ ઓપરેટર દરેક સમયે હોવો જોઇએ.

લિફ્ટ ક્રેશમાં ગયો જીવ
મ્યુઝિયમ મેનેજમેન્ટે એવી કોઇ માહિતી મળી જ નહોતી તેનો ઇન્કાર કર્યો છે. સીસીટીવી ફૂટેજમાં દેખાય છે કે લિફ્ટ અધવચ્ચે અટકી ગઇ હતી. એ સમયે તેમાં ડૉ.અર્નવાલ હવેવાલા અને તેમની દીકરી હીરા અંદર હતા. લિફ્ટ ફસાતા તેમને કંઇ સમજાયું નહીં અને તમામ બટનો દબાવી દીધા. મ્યુઝિયમનો સ્ટાફ પણ દરવાજો ખોલવાની કોશિષ કરવા લાગ્યો. થોડીક જ વારમાં લિફ્ટનો દરવાજો તૂટી ગયો અને એલિવેટર વાકું થઇ ગયું અને લિફ્ટ ક્રેશ થઇ ગઇ.

ઓછા માળ માટે થાય છે ઉપયોગ
પોલીસનું કહેવું છે કે તપાસમાં એ સ્પષ્ટ થાય છે કે જો કોઇ લિફ્ટમેન હોત તો બંને મહિલાઓને એલિવેટરમાંથી બહાર નીકળવા માટે ઘણો સમય મળી જાત અને કોઇને ખબર નહોતી કે આવી સ્થિતિમાં શું કરવું. આ લિફ્ટ હાઇડ્રોલિક સિસ્ટમથી ચાલતી હતી. આવી લિફ્ટ મોટાભાગે ઘર અને બંગલામાં હોય છે. જ્યાં માત્ર બે માળ માટે તેનું કામ હોય છે. તેનો ઉપયોગ એ લોકો કરે છે જે યોગ્ય રીતે ઉપયોગ કરવાનું જાણે છે.

લિફ્ટમેન હોત તો જીવ બચી શકયો હોત
કંપનીના એક અધિકારી એ કહ્યું કે ભાઉ દાજી લાડ એક પબ્લિક બિલ્ડિંગ છે. અહીં એક લિફ્ટ એપરેટર ચોક્કસ હોવો જોઇએ, કારણ કે લોકો કોઇપણ બટન પ્રેસ કરે છે તેનાથી ખરાબ થઇ જાય છે. લિફ્ટમાં ઓપરેટર હોત તો ઇમરજન્સી બ્રેક લગાવી લિફ્ટને ગ્રાઉન્ડ ફ્લોર પર લાઇ આવ્યો હોત. આવી દુર્ઘટના ના બને તેના માટે જ લિફ્ટ ઓપરેટર રાખવા માંગતી હતી.

બેદરકારીના લીધે મોતનો કેસ નોંધાયો
ભાયખલા પોલીસે લિફ્ટના રિપેરિંગ માટે લગાવામાં આવેલ એજન્સીની વિરૂદ્ધ બેદરકારીના લીધે મોતનો કેસ નોંધ્યો છે. મ્યુઝિક સ્ટાફની વિરૂદ્ધ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. મ્યુઝિયમના મેનેજિંગ ટ્રસ્ટી તસનીમ મહેતાએ કહ્યું કે લિફ્ટને રિપેરીંગ કરવા માટે લોકો આવતા રહ્યાં પરંતુ કોઇએ આ અંગે માહિતી આપી નહીં. તેમણે કહ્યું કે છેલ્લે તો પૈસા આપ્યા બાદ પણ લિફ્ટની સર્વિસીંગ માટે કોઇ આવ્યું નહોતું.

આ Video પણ જુઓ: સંતશ્રી સદારામ બાપાએ દુનિયાને અલવિદા કહી દીધી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન