department of telecommunications launched website to find stolen mobile
  • Home
  • Featured
  • સરકારે લોન્ચ કરી જોરદાર ટેક્નોલોજી, ચોરી થયેલા ફોનને શોધી આપશે

સરકારે લોન્ચ કરી જોરદાર ટેક્નોલોજી, ચોરી થયેલા ફોનને શોધી આપશે

 | 8:56 am IST

department of telecommunications launched website to find stolen mobile

જો તમારો મોબાઈલ ફોન ખોવાયો છે અથવા ચોરી થઈ ગયો છે, તો તેને શોધવામાં સરકાર તમારી મદદ કરશે. કોમ્યુનિકેશન્સ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે મુંબઇમાં એક વેબ પોર્ટલની શરૂઆત કરી હતી, જે યુઝર્સને તેમના ચોરી થેયલા અથવા ખોવાયેલા મોબાઇલ ફોનને શોધવામાં મદદ કરશે. તેના માટે ટેલિકોમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટ (દૂરસંચાર વિભાગ) એ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેકટને ખોવાયેલા અથવા ચોરી થયેલ ફોનના તમામ મોબાઇલ નેટવર્કને બ્લોક કરવા અને તેવા ફોનની શોધખોળ કરવા શરૂ કરવામાં આવ્યો છે.

જ્યારે બીજી કોઈ અન્ય વ્યક્તિ તમારા મોબાઇલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે કે તરત જ તમારા સર્વિસ પ્રોવાઈડર તેને ઓળખી જશે. મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર જેમ કે BSNL, Jio, Airtel, Vodafone, Idea વગેરે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન સાથે સંપર્કમાં હોય છે.

ઉલ્લેખનિય છે કે દરેક મોબાઈલની એકમાત્ર ઓળખ ‘ઈન્ટરનેશનલ મોબાઈલ ઈક્વિપમેન્ટ આઈડેન્ટિટી’ છે. સામાન્ય રીતે સીમકાર્ડના એક અથવા બે સ્લોટ ધરાવતા હેન્ડસેટના એક અથવા બે IMEI નંબર જોવા મળતા હોય છે. જોકે IMEI નંબરને ફરીવાર પ્રોગ્રામ કરી શકાય છે. કેટલાક છેતરપીંડી આચરનારા લોકો IMEI નંબરને રીપ્રોગ્રામ પણ કરી દેતા હોય છે. જેના કારણે આજે બજારમાં એક જ IMEI નંબર ધરાવતા અનેક મોબાઈલનો ઉપયોગ થઇ રહ્યો છે.

જો મોબાઈલ ખોવાઈ ગયો છે કે ચોરાઈ જાય તો તમારે સૌથી પહેલા નજીકના પોલીસ સ્ટેશનમાં એક FIR દાખલ કરવાની હોય છે. આ સાથે જ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન(DoT)માં પણ એક ફરિયાદ કરવાની હોય છે. DoTનો હેલ્પલાઈન નંબર 14422 છે. તમે જેવી DoTમાં મોબાઈલ ફોન ચોરાયા/ખોવાઈ જવાની ફરિયાદ કરશો કે તરત જ આ વિભાગ તમારો ચોરાયેલો કે ખોવાયેલો મોબાઈલ બ્લોક કરશે.

આ વીડિયો પણ જુઓ: અમરેલીના પ્રભારી ધર્મેન્દ્ર સિંહ જાડેજાએ ઢેબી ડેમના નીરના વધામણાં કર્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન