What Is Depression Overview, Symptoms, Causes, and Treatments
  • Home
  • Featured
  • ભારતીય મહિલાઓમાં વધી રહ્યું છે ડિપ્રેશનનું પ્રમાણ, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

ભારતીય મહિલાઓમાં વધી રહ્યું છે ડિપ્રેશનનું પ્રમાણ, રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

 | 11:27 am IST

ડિપ્રેશન એટલેકે માનસિક તણાવ એક એવી સમસ્યા છે જેની વાત કરતા માત્રથી પણ લોકો ખચકાટ અનુભવે છે. આજ કારણે આ ગંભીર સમસ્યાનું નિવારણ લાવી શકાતું નથી. આજકાલની તણાવ ભરી જિંદગીમાં શાંતીનો અભાવ અને માનસિક અસ્વસ્થતા એ હદે વધી જાય છે કે તેનાથી ડિપ્રેશન આવી જાય છે. ખુબજ વ્યસ્ત શિડ્યુલ અને તણાવભરી જિંદગીના કારણે દુનિયાભરમાં 30 લાખ લોકો ડિપ્રેશનનો શિકાર છે. તો ભારતમા 1 લાખ વ્યક્તિઓમાંથી 10.9 અત્મહત્યાનો દર જેમાં 44થી ઓછી ઉંમરના લોકોનો સમાવેશ થાય છે.

ડિપ્રેશનના મામલે ભારત સૌથી આગળ

વર્લ્ડ હેલ્થ ઓર્ગનાઈઝેશનની એક રિપોર્ટ અનુસાર, ડિપ્રેશનના મામલે ભારત પહેલા સ્થાન પર છે જે દેશ માટે નિરાશાજનક સ્થિતિ છે. આની સાથે સાથે તણાવ, ચિંતા, સ્ક્રિઝોફેનિયા (Schizophrenia) અને બાયોપોલર ડિસઓર્ડર જેવા મામલાઓ તેજી સાથે વધી રહ્યા છે. જ્યારે ભારત પછી ચીન, યૂએસએનો નંબર આવે છે.

પુરૂષ નહી મહિલાઓ પર વધારે ખતરો

સંશોધન અનુસાર મહિલાઓ ડિપ્રેશનનો શિકાર જલ્દીથી બને છે. પુરૂષોની સરખામણીએ મહિલાઓ ડિપ્રેશનનો વધુ ભોગ બને છે. પુરૂષો કરતાં મહિલાઓ 20% વધારે ડિપ્રેશનનો શિકાર બને છે. આનું કારણ મહિલાઓની વધતી જતી જવાબદારીને પણ માનવામાં આવે છે. આ સિવાય હોર્મોનલ ફેરફાર, સિગરેટ કે શરાબની લત, ફોનનો વધારે પડતો ઉપયોગ કરવો ડિપ્રેશનનો શિકાર બનાવે છે.

ડિપ્રેશનનું કારણ

શોધ અનુસાર સમાજનું બદલાતું સ્વરૂપ, તણાવ બાળકોની જવાબદારી, તીવ્ર પ્રતિસ્પર્ધા, પારિવારિક સમસ્યાઓ આનું મુખ્ય કારણ માનવામાં આવે છે. આ સિવાય મહિલાઓ ઓફિસ અને ઘરને સંભાળવામાં ભારે તણાવ અનુભવે છે. કામના ચક્કરમાં મનગમતી પ્રવૃત્તિ ન કરવી તેમજ પોતાની જાતને જ સમય ન આપી શકવાના કારણે ધીરે ધીરે ડિપ્રેશનનો શિકાર બને છે.

ડિપ્રેશનના લક્ષણ

ચુપચાપ રહેવું, શરીરથી અને મનથી થાકેલું રહેવું, સતત મૂડ બદલાવો, માથામાં દુખાવો થયા કરવો, સૌથી અલગ રહેવું, વિતી વાતોમાં જ રહેવું, આળસ અનુભવવી, કામમાં મન ન લાગવુ, ક્યારેક ખુબજ ભૂખ લાગવી કે ક્યારેક બિલ્કુલ ભૂખ ન લાગવી. નિરાશ રહેવુ, હતાશ થવુ, આત્મહત્યાના વિચારો આવવા જેવા લક્ષણો છે.

ડિપ્રેશનથી બચવાના ઉપાય

ડિપ્રેશનથી બચવા માટે યોગ એક શ્રેષ્ઠ ઉપાય છે. વધારે સમય મનગમતી વ્યક્તિ સાથે ગાળો. દોસ્તો સાથે ફરવા જાઓ. વોક પર જાઓ કસરત કરો, સોંગ ગાઓ, મનગમતી પ્રવૃત્તિ કરો, પોષક આહાર લો. શરીર પણ તંદુરસ્ત હશે તો નિરાશા વ્યાપશે નહી. બાળકો સાથે સમય વિતાવો. તમાકુ, શરાબ જેવી કૈફી પદાર્થથી દૂર રહો. એકલતામાં બેસી ન રહો. નવા નવા મિત્રો બનાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન