Deputy CM Nitin Patel gives big gift to government employee, Diwali to be paid first
  • Home
  • Featured
  • ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે ગુજરાતના સરકારી કર્મચારીને આપી દિવાળી ભેટ, કરી મોટી જાહેરાત

ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે ગુજરાતના સરકારી કર્મચારીને આપી દિવાળી ભેટ, કરી મોટી જાહેરાત

 | 12:21 pm IST

મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓને 5 ટકા મોંઘવારી દૈનિક ભથ્થુ વધારવાના પ્રસ્તાવને મંજુરી આપી દઇને દિવાળીની મોટી ભેટ આપી દીધી છે. ત્યારબાદ આજે ગુજરાત સરકારના કર્મચારીઓને દિવાળી રહેલા મોટી ભેટ આપવામાં આવી રહી છે.

રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી પહેલા પગાર કરવાની જાહેરાત કરીને ખુશખુશાલ કરી દીધા છે. સામાન્ય રીતે મહિનો પુરો થયા બાદ રાજ્ય સરકારના કર્મચારીઓના પગારની ચૂકવણી થતી હોય છે, પરંતુ આ વખતે ઓક્ટોબરના અંતિમ દિવસોમાં દિવાળી હોવાના કારણે વહેલો પગાર કરવાની જાહેરાત કરાઇ છે.

તમને જણાવી દઇએ કે, સચિવાલય સ્ટાફ એસોસિએશન દ્વારા દિવાળી પહેલા પગાર કરવાની રજૂઆત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને કરવામાં આવી હતી. ત્યારબાદ નાયબ મુખ્યમંત્રીના કાર્યાલયે નાણા વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર લખી કર્મચારીઓના વહેલા પગાર કરવાની યોગ્ય વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારની કેબિનેટે કેન્દ્રીય કર્મચારીઓના 5 ટકા મોંઘવારી દૈનિક ભથ્થુ વધારવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ગત બુધવારે યોજાયેલી બેઠકમાં આ પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી હતી. હવેથી કેન્દ્રીય સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 12 ટકાથી વધીને 17 ટકા થઈ જશે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ જાહેરાત કરી હતી.

આ પણ જુઓ વીડિયો: મોરબીના વાંકાનેરમાં બે ST બસ વચ્ચે અકસ્માતમાં 25થી વધુ ઘાયલ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન