Deputy CM Nitin patel present Budget 19 at Gandhinagar in Gujarat
  • Home
  • Budget 2019
  • ગુજરાત બજેટ 2019: ખેડૂતો માટે રૂ.500 કરોડ રિવોલ્વિંગ ફંડ ઉભુ કરાશે, મળશે મોટી નાણાંકીય મદદ

ગુજરાત બજેટ 2019: ખેડૂતો માટે રૂ.500 કરોડ રિવોલ્વિંગ ફંડ ઉભુ કરાશે, મળશે મોટી નાણાંકીય મદદ

 | 1:04 pm IST

ગુજરાતના નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલે વિધાનસભામાં આજે પ્રથમ એક કલાક સુધી પ્રશ્નોતરીકાળ શરૂ કર્યો હતો. ત્યારબાદ બજેટ રજૂ કર્યું હતુ. બજેટ શરૂઆતમાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતુ કે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ બજેટ રજૂ કરી રહ્યાં છે.

નાયબ મુખ્યપ્રધાન અને નાણામંત્રી નીતિન પટેલે બજેટ રજૂ કરતાં કહ્યું કે, રાજ્યમાં ભાજપની સરકારથી સૌનો સાથ સૌનો વિકાસ થયો છે. ગુજરાતની પ્રજાનાં ઋણી છીએ. રાજ્યનાં છેવાડાનાં માનવી સુધી મદદ પહોંચે તેવા પ્રયત્નો થઇ રહ્યાં છે.

ખેડૂતો માટે બોલતા જણાવ્યું કે, ખેડૂતોને સિંચાઇ માટે વધુ પાણી મળે અને વીજળી મળે તે માટે સરકાર પ્રયત્નશીલ છે. પીએમ મોદીએ કેન્દ્રનાં બજેટમાં જે ખેડૂત માટેની જાહેરાત થઇ છે તે માટે રાજ્યનાં તંત્રએ ખેડૂતની મદદ કરવાનું કામ પૂરજોશમાં ઉપાડ્યું છે. આશરે 40 લાખ જેટલા ફોર્મ ભરાશે જેનાથી ખેડૂતોને લાભ મળશે.

બજેટ રજૂ કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, દેશ અને દુનિયાએ ગુજરાતની વિકાસગાથાની નોંધ લીધી છે. સરકાર રાજ્ય વિકાસ માટે સતત આગળ વધી રહી છે. વધુમાં તેમણે જણાવ્યું કે,

– સૌનો સાથ, સૌનો વિકાસ સાચા અર્થમાં ચરિતાર્થ

– ખેડૂતની ઉત્પાદક્તા વધારવા સિંચાઈ યોજનાઓને બળ આપ્યું

– 2174 કરોડના ટેકાના ભાવે ઉત્પાદનોની સરકારે ખરીદી કરી

– ગુજરાતના ખેડૂતોને મોટી નાણાંકીય મદદ મળશે

– જેમ જેમ ફોર્મ ભરાશે તેમ તેમ ખેડૂતોને મદદ મળશે

– વિશ્વનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવી સરદારની પ્રતિભા વૈશ્વિક સ્તરે મુકી

– ખેડૂતોને વધુ વિજળી આપવાથી સરકાર પર રૂ.436 કરોડનું ભારણ

– અછત સમયે 6.84 કરોડ કિ.ગ્રા. ઘાસનું વિતરણ

– 96 તાલુકાના 6174 ગામ અછતગ્રસ્ત જાહેર કર્યા

– 53 લાખ હેક્ટર વાવેતર વિસ્તાર પાકવીમા યોજનામાં આવરી લેવાયો

– ખેડૂતો માટે રૂ.500 કરોડ રિવોલ્વિંગ ફંડ ઉભુ કરાશે

રાજ્યના બજેટનો ઈતિહાસ
ગુજરાતનું પ્રથમ બજેટ ડૉ. જીવરાજ મહેતાએ રજૂ કર્યું હતું. એ વખતે તેઓ મુખ્યપ્રધાન પણ હતા અને નાણાખાતાનો હવાલો પણ સંભાળતા હતા. આમ તો નાણાંકિય વર્ષ માર્ચ-એપ્રિલમાં શરૂ થતું હોય છે, પરંતુ ગુજરાતનું પ્રથમ બજેટ 22 ઓગસ્ટ 1960ના રોજ રજૂ થયું હતું.

કારણ કે, અલગ ગુજરાત રાજ્ય 1મે, 1960ના રોજ અસ્તિત્વમાં આવ્યું હતુ. ગુજરાતનું પ્રથમ બજેટ કુલ રૂ.115 કરોડનું હતું. જેમાં મહેસુલી આવક રૂ.54 કરોડ 25 લાખ અને ખર્ચ રૂ.58 કરોડ 12 લાખ હતો. આ બજેટમાં રૂ.3 કરોડ 87 લાખની ખાધ બતાવાઈ હતી. અગાઉના સમયમાં પાઈએ પાઈનો હિસાબ બજેટમાં હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.