ત્વચાનો થાક દૂર કરવાના ઉપાય - Sandesh

ત્વચાનો થાક દૂર કરવાના ઉપાય

 | 1:13 am IST

બ્યુટી । મરિયમ ઝવેરી

આપણે બધા જ મોડી રાત સુધી મિજબાનીઓની લિજ્જત માણતા હોઈએ છીએ. આનાથી હેન્ગઓવર ફિલિંગ થવા ઉપરાંત ત્વચા પર પણ તેની વિપરીત અસર થતી હોય છે. ઘણી વાર ત્વચા નિસ્તેજ થઈ જાય છે. અહીં આપને આપની ત્વચાને તાત્કાલિક TLC એટલે કે ટેન્ડર, લવિંગ અને કેરિંગ રાખવાના થોડા ઉપાયો બતાવ્યા છે.

રિ-હાઈડ્રેડ

ખૂબ પાણીનું સેવન કરો. પાણી ત્વચાને હાઈડ્રેડ રાખે છે. તેમાં જો થોડું લીંબું ઉમેરવામાં આવે તો નિસ્તેજ ત્વચા તેની ચમક પુનઃ પ્રાપ્ત કરે છે અને તે શુષ્ક ત્વચાને લવચીક રાખવામાં પણ મદદરૂપ છે. નાળિયેરનું પાણી ત્વચાને ભેજ જાળવવામાં સહાયક છે. થોડી હર્બલ ચાનું સેવન કરવાથી ત્વચાનો ભેજ જાળવી રાખવામાં સહાય કરે છે અને ઝેરી તત્ત્વોનો નિકાલ પણ કરે છે.

ફેસ માસ્ક

આલ્કોહોલનું સેવન કરવાથી ત્વચા સહેજ નિસ્તેજ જણાય છે, તેથી આદ્રતાયુક્ત ઘટકો ધરાવતો ફેસ માસ્ક ત્વચાનો કાયાકલ્પ કરવામાં મદદરૂપ રહેશે.

પફી આઇઝ

મોડી રાત સુધી પાર્ટી માણ્યા પછી આંખો ફૂલી જાય છે. તેના ઉપાય તરીકે આઇ પેડને ગુલાબ જળમાં બોળી તેને આંખોના પોપચાં પર રાખો. આ ઉપરાંત ગોળ કાપેલી કાકડી, ઠંડી ટી બેગ્સ અને રિલેક્સિંગ આઇ પીલોનો ઉપયોગ આંખોની થકાન દૂર કરે છે. ત્યાર બાદ ગુણવત્તાયુક્ત અંડર આઇ ક્રીમ લગાડો.

મસાજ

મસાજથી શરીરના અંગોમાંથી કચરાનો નિકાલ થાય છે અને તે ડિટોક્સિફિકેશનની પ્રક્રિયામાં ઉમેરો કરે છે. મસાજ કર્યા પછી સ્ટીમ લેવાથી અને ત્યાર બાદ ગરમ પાણીથી સ્નાન કરવાથી તે શરીરમાંથી વધારાના તેલનો નિકાલ કરે છે અને તે ત્વચામાંથી પણ ઝેરી પદાર્થો દૂર કરવામાં મદદરૂ રહે છે. આ પ્રક્રિયાથી ત્વચા ફ્રેશ રહે છે.

તાજાં ફળો

જો કોઈ એપીટાઈટ પોસ્ટ પાર્ટી હોય તો ફ્રેશ ફ્રૂટ સ્મૂધી ઉપરાંત વેજિટેબલ જ્યૂસ કે જેમાં પલ્પ વધારે હોય તો તે લઈ શકાય છે. તમે ડ્રાયફ્રૂટ, એપ્રિકોટ વગેરે લઈ શકો છો.

ત્વચાની ચમક

જો આપ પોસ્ટ બીચ પાર્ટી કે પછી પુલ સાઈડ પાર્ટીમાં ગયા હો અને સનસ્ક્રીન લગાડવાનું ભૂલી ગયા હો તો ચણાના લોટની પેસ્ટ અથવા ઠંડી છાશને જ્યાં જ્યાં ત્વચા તડકાથી કાળી પડી ગઈ હોય ત્યાં લગાડો. ત્યાર બાદ હિલિંગ જેલ અથળા લેક્ટોકેલેમાઈન લગાડવાથી ત્વચા સુંવાળી બને છે. આ ઉપરાંત તડકાથી ત્વચા કાળી પડી ગઈ હોય તો બે કે ત્રણ અઠવાડિયાના સમયાંતરે માઇલ્ડ બ્લીચ કરી ટેનિંગ દૂર કરી શકાય છે. સનબર્નમાં હિલિંગ જેલ પણ મદદરૂપ છે અને ઇન્સ્ટન્ટ ગ્લો જેલ નાઈટ ક્રીમ લગાવવાથી તે ત્વચાની ચમક પાછી લાવવામાં ઉપયોગી છે.