NIFTY 10,350.15 -101.65  |  SENSEX 33,370.76 +-360.43  |  USD 65.0250 +0.35
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gandhinagar
  • નામોદિષ્ટ અધિકારી હાજર ન રહેતા મેયર પક્ષાંતર કેસમાં ફરી મુદત પડીઃ બદઆશયનો આક્ષેપ

નામોદિષ્ટ અધિકારી હાજર ન રહેતા મેયર પક્ષાંતર કેસમાં ફરી મુદત પડીઃ બદઆશયનો આક્ષેપ

 | 1:14 am IST

ગાંધીનગર, ગુરુવાર

મેયરના પક્ષાંતર કેસમાં આજે નામોદિષ્ટ અધિકારી હાજર ન રહેતા ફરી મુદત પડવા પામી છે. પ્રત્યેક વખતે નવી મુદતો પડવાથી અરજદાર પણ હવે થાક્યા છે. આજે તેમના દ્વારા વાંધા અરજી આપવામાં આવી છે. જેમાં અધિકારી સામાવાળાનો કેસ લંબાવવામાં મદદ કરી રહ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કેસમાં સૌપ્રથમવાર સુનાવણી ગત ૨૯ સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવી હતી. ત્યારબાદ સતત મુદતો પડી રહી છે. મુદતની તારીખે નામોદિષ્ટ અધિકારી કચેરીમાં હાજર નહી રહી રજા ઉપર ઉતરી જવા સામે જોરદાર વાંધો ઉઠાવવામાં આવ્યો છે. અરજદાર આજે મુદત હોવાથી પોતે વકીલ સાથે હાજર થઈ ગયા હતા. પરંતુ સામાવાળા મેયર પ્રવિણ પટેલના વકીલ પણ સમયે હાજર રહ્યા નહતા કે નામોદિષ્ટ અધિકારી પણ ત્યાં હાજર નહતા.

કોંગ્રેસમાંથી મેયર પ્રવિણ પટેલ ભાજપમાં આવ્યા તેને લઈને તેમની સામે પક્ષાંતરનો ખટલો ચાલી રહ્યો છે. નામોદિષ્ટ અધિકારી સમક્ષ અરજદાર કોર્પોરેશનના વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા દ્વારા પક્ષાંતર ધારાનો ભંગ કરવા બદલ ડિસક્વોલિફાય કરવા માટેની વિવાદ અરજી કરવામાં આવી છે. આ વિવાદ અરજીનો હજુસુધી કોઈ ઉકેલ આવ્યો નથી. અગાઉ પણ અરજદાર દ્વારા ગત ૩૧ મેના રોજ આ વિવાદ અરજી નામોદિષ્ટ અધિકારી સમક્ષ દાખલ કરવામાં આવી હતી. પરંતુ અધિકારી દ્વારા વિવાદ અરજીમાં નોટિસ નહી કાઢવા ઉપરાંત સુનાવણી નહી રાખતા અરજદાર દ્વારા ગુજરાત હાઈકોર્ટના દ્વારા ખખડાવવામાં આવ્યા હતા. અરજદાર શૈલેન્દ્રસિંહ બિહોલા દ્વારા હાઈકોર્ટમાં સ્પેશ્યલ સીએ દાખલ કરાતા સરકારી વકીલે જવાબ રજુ કર્યો હતો. આ સરકારી વકીલના નિવેદનના આધારે હાઈકોર્ટે નિર્દેશ આપ્યો હતો કે જો નામોદિષ્ટ અધિકારીની નિમણુંક ન થઈ હોય તો એક સપ્તાહમાં આખર ચુકાદો આપી દેવો.અરજદાર દ્વારા આજે જે વાંધા અરજી રજુ કરવામાં આવી છે તેમાં ઉલ્લેખ કર્યો છે કે, નામોદિષ્ટ અધિકારી દ્વારા હજુ પણ મનસ્વી વર્તન ચાલુ રાખવામાં આવ્યું છે. તથા હાઈકોર્ટે જે નિર્દેશ આપ્યો છે તેથી વિરૂધ્ધનું વર્તન કરવામાં આવે છે. નામોદિષ્ટ અધિકારી દ્વારા સૌપ્રથમવાર સુનાવણી જ છેક ગત ૨૯ સપ્ટેમ્બરના રોજ રાખવામાં આવી હતી. જે હાઈકોર્ટ સમક્ષ જે નિવેદન સરકારી વકીલ દ્વારા કરવામાં આવ્યું છે તેનાથી ભંગ સમાન હોવાનું જણાવ્યું છે.

નામોદિષ્ટ અધિકારીને સંબોધીને વાંધા અરજીમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, ગત ૧૩ અને ૨૦ ઓક્ટોબરના રોજ અમારો વાંધો હોવા છતાં સુનાવણી રાખવામાં આવી હતી. સામાવાળા દ્વારા ગત ૨૦ ઓક્ટોબરના રોજ પ્રથમવાર લેખિત જવાબ રજુ કરી દેવાયો છે. ત્યારબાદ જે જે દિવસની મુદત સુનાવણી માટે રાખવામાં આવી છે તેમાં સામાવાળાના વકીલ મુદતની માંગણી કરે છે અને નામોદિષ્ટ અધિકારી ઉદારભાવે મુદત આપી દે છે અથવા અધિકારી રજા પર ઉતરી જાય છે તેવો આક્ષેપ વાંધા અરજીમાં અરજદાર શૈલેન્દ્રસિંહ બિહોલાએ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત મુદતમાં સામાવાળા પ્રવિણ પટેલના વકીલ દ્વારા કેસમાં પ્રાથમિક તપાસ માંગતી અરજી કરવામાં આવી છે. જે માટે અરજદાર બિહોલાએ આ અરજી માત્ર મુદત પડાવવા માટે જ કરવામાં આવી હોવાનો

આક્ષેપ કર્યો છે. સામાવાળાની આ અરજી મુદત પડાવવા માટે ડીલેટરી ટેક્ટીક્સના બદઆશયપુર્વકની હોવા છતાં નામોદિષ્ટ અધિકારીએ આ અરજીનો જવાબ આપવા માટે અમને મરજીવિરૂધ્ધ ફરજ પાડવામાં આવી રહી છે. અને આજની મુદત પાડી દેવામાં આવી હતી. આજે જ્યારે મુદત છે તો નામોદિષ્ટ અધિકારી પોતે કાર્યાલયમાં કોઈ કારણસર ઉપસ્થિત નહતા. અને આજરોજ સુનાવણી નહી થાય તેવું કાર્યાલયમાંથી જાણકારી આપવામાં આવી હતી.

નામોદિષ્ટ અધિકારી સામાવાળા પ્રવિણ પટેલને ઉદારમને મુદત આપી રહ્યા હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું હોવાનો અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે. સરકારી વકીલ દ્વારા હાઈકોર્ટમાં કરવામાં આવેલું નિવેદન અને ત્યારપછી હાઈકોર્ટનો નિર્દેશ તથા પક્ષાંતર ધારાની નિયમ-૮ની જોગવાઈને બાજુ ઉપર રાખી કાયદાની પરવા કરવામાં આવતી નથી અને સામાવાળાનો બદઆશય પાર પડે તે માટે થઈને અરજીની સુનાવણીમાં આખરી ચુકાદો આવતો લંબાવવામાં સામાવાળાને મદદ કરી રહ્યા હોવાનો નામોદિષ્ટ અધિકારી સામે અરજદાર દ્વારા આજરોજ જે વાંધા અરજી કરવામાં આવી છે તેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે.