Despite hard work of the economic congestion, what to do?
  • Home
  • Astrology
  • મહેનત કરવા છતાં પણ આર્થિક ભીડ રહ્યા કરે છે, શું કરવું?

મહેનત કરવા છતાં પણ આર્થિક ભીડ રહ્યા કરે છે, શું કરવું?

 | 7:05 am IST

પ્રશ્નોત્તરી

પ્રશ્નઃ મારું નામ વલ્લભભાઈ (સુરત) છે. જન્મતારીખ ૯-૨-૧૯૫૯ છે. અન્ય વિગતો જણાવું છું. મારા પરિવારમાં આર્થિક ભીડ રહે છે. પરિણામે ક્લેશ અને મનદુઃખ રહ્યા કરે છે. માર્ગદર્શન આપવા વિનંતિ.

ઉત્તરઃ તમારી જન્મ તારીખ મુજબ નામ રાશિ ઉપર નથી. શતતારા નક્ષત્ર અને કુંભ રાશિ આવે છે. ઉંમરલાયક સંતાનો અભ્યાસ કરી શકે નહીં તે સમજાય તેવી વાત છે પરંતુ તેઓ આજીવિકા માટે પ્રયત્ન કરે તે જરૂરી છે. માનસિક શાંતિ મેળવવા માટે તમે કુળદેવી માતાજીની ભક્તિ વિશેષ કરો. સાત્ત્વિક વાંચન વધારવાની સલાહ છે. સામાજિક કાર્યમાં અનુકૂળતા માટે સોમવાર, ગુરુવાર, શુક્રવારના દિવસોનો ઉપયોગ વિશેષ કરવાનું રાખો. નવેમ્બર-૨૦૨૦ પછી શરત અનુભવાય. સારા સંકલ્પ જરૂર કરશો. બિનજરૂરી બાધા-આખડી રાખીને બેસી રહેવાને બદલે સાત્ત્વિક અને પ્રગતિશીલ વડીલોની મુલાકાત લઈને માર્ગદર્શન મેળવો તથા હળવા થજો તેવી શુભેચ્છા.

પ્રશ્નઃ મારું નામ જિતેન્દ્રસિંહ (ગાંધીનગર) છે. અન્ય વિગતો તથા જન્મની તારીખ વગેરે જણાવું છું. પ્રાઈવેટ નોકરીમાં સંતોષ નથી. સરકારી નોકરીની પરીક્ષા ત્રણ વાર આપી. વેઈટિંગ સુધી પહોંચીને અટકી જવાય છે. માનસિક અજંપો રહે છે.

ઉત્તરઃ સરકારી નોકરી માટેના પ્રયત્નો ચાલુ રાખો. સરકારી સમકક્ષ કોઈ સામાજિક કે શૈક્ષણિક સંસ્થા હોય તો તેમાં કામગીરી શરૂ કરી શકાય. પાત્ર પસંદગી માટે મોસાળ પક્ષની વ્યક્તિનો સાથ-સહકાર મળે તો સરળતા રહે.

(૧) દરરોજ વહેલી સવારે સૂર્યનારાયણનાં દર્શન કરવાં.

(૨) કુળદેવી માતાજીની ભક્તિ રવિવારે-મંગળવારે તથા પૂનમના દિવસે વિશેષ કરવી જોઈએ.

(૩) પીપળાના વૃક્ષ નજીક કે તેની નીચે બેસીને વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવાથી અવરોધ હળવા થાય.

(૪) અભ્યાસખંડમાં કે કામકાજના સ્થળે લક્ષ્મી નારાયણની તસવીર રાખો. તેનું હંમેશાં સ્મરણ કરો.

પ્રશ્નઃ મારું નામ ભરતભાઈ (થલતેજ-અમદાવાદ) છે. મારો પુત્ર ઉચ્ચ અભ્યાસ કરીને સારી ર્સિવસ કરે છે. તેની જન્મની વિગતો જણાવી છે. તેના સગપણ બાબતે યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતિ.

ઉત્તરઃ આપના પુત્રની વિગતોનો અભ્યાસ કરતાં જણાય છે કે પાત્રપસંદગી બાબતે ઓક્ટોબર-૨૦૨૦ પછીનો સમય વધુ અનુકૂળ જણાય છે. શરૂઆતમાં મધ્યમ કક્ષાનું પાત્ર મળે. પછી સારી પ્રગતિ અનુભવાય.

(૧) કુળદેવી માતાજી તથા શિવજીની ભક્તિ કરવાથી અવરોધ હળવા થાય.

(૨) દર માસની સુદ બીજ-આઠમ તથા પૂનમના દિવસે કુળદેવી માતાજીની વિશેષ ભક્તિ કરવી. યાત્રા-પ્રવાસ કે પૂનમ ભરવાની જરૂર નથી.

(૩) પિતરાઈ ભાઈ-બહેનનો સહયોગ મળે તો કામ સરળતાથી થાય તેવા શુભ યોગ જણાય છે.

પ્રશ્નઃ મારું નામ દેવજીભાઈ (બાપુનગર-અમદાવાદ) છે. અમારું હાલનું મકાન વેચીને નવું મકાન સારા વિસ્તારમાં ખરીદવાની ઈચ્છા છે. જન્મતારીખ તથા અન્ય વિગતો જણાવી છે. યોગ્ય માર્ગદર્શન આપશો.

ઉત્તરઃ આપની જન્મતારીખની વિગતોનો અભ્યાસ કરતાં જણાય છે કે મિલક્ત ખરીદવા માટે યોગ્ય આયોજન આગામી ડિસેમ્બર-૨૦૨૦થી ઓગસ્ટ-૨૦૨૧ દરમિયાન કરી શકાય.

(૧) દરરોજ વહેલી સવારે ઊગતાં સૂર્યનારાયણનાં દર્શન કરવાથી અવરોધ હળવા બને.

(૨) દર મંગળવારે તથા સુદ અને વદ પક્ષની ચોથ તિથિના દિવસે ગણપતિની વિશેષ ભક્તિ જાતે કરવી.

(૩) સંકષ્ટ ચતુર્થી (વદ પક્ષની ચોથ)ના દિવસે ઉપવાસ કરી રાત્રે ચંદ્રોદય સમયે ચંદ્રનાં દર્શન કરવાથી આપના આ પ્રશ્નમાં અનુકૂળતા જોવા મળે.

પ્રશ્નઃ મારું નામ નરેન્દ્રભાઈ (જામનગર-સૌરાષ્ટ્ર) છે. મારા પુત્રની જન્મતારીખ તથા અન્ય વિગતો જણાવી છે. સાધનસંપન્ન હોવા છતાં તેના સગપણ-વિવાહ બાબતે વિલંબ થયા કરે છે. યોગ્ય માર્ગદર્શન આપશો.

ઉત્તરઃ તમારા પુત્ર યોગેશનો ઉચ્ચ અભ્યાસ અને વ્યવસાય ક્ષેત્રે સારી સફળતા હોવા છતાં પાત્રપસંદગીમાં વિલંબ જોવા મળે છે. વિલંબ માટે માત્ર મંગળદોષ જવાબદાર નથી. અન્ય ગ્રહયોગો પણ સફળતા બાબતે ઉપયોગી બની શકે તેમ છે.

(૧) આગામી નવેમ્બર-ડિસેમ્બર ૨૦૨૦નો સમયગાળો વધુ યોગ્ય જણાય છે.

(૨) દરરોજ રાત્રે ચંદ્રનાં દર્શન કરવાં. ચંદ્રનું રત્ન (સારું મોતી) ધારણ કરી શકાય.

(૩) મોસાળ પક્ષની વ્યક્તિના સહકારથી આ પ્રશ્નમાં અનુકૂળતા આવી શકે, તેથી તે દિશામાં પ્રયત્નો કરવાની સલાહ છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન