Despite spending money, students are not getting the books
  • Home
  • Ahmedabad
  • પાઠ્યપુસ્તક મંડળની ઘોર બેદરકારી, વાલીઓનાં પુસ્તકો માટે દુકાનોમાં ધક્કા

પાઠ્યપુસ્તક મંડળની ઘોર બેદરકારી, વાલીઓનાં પુસ્તકો માટે દુકાનોમાં ધક્કા

 | 3:56 pm IST

પૈસા ખર્ચવા છતાં વિદ્યાર્થીઓને પુસ્તકો નથી મળી રહ્યા. આમ પાઠ્યપુસ્તક મંડળની ઘોર બેદરકારી સામે આવી છે. ટેન્ડરીંગની પ્રક્રીયા મોડી થવાનો ભોગ વિદ્યાર્થીઓ બન્યા છે. દર વર્ષે પુસ્તકો પહોચાડવામાં તંત્ર નિષ્ફળ રહે છે.

ધોરણ- 1માં કલરવ, ધોરણ- 2માં ગુજરાતી, ધોરણ- 4માં હિન્દી અને પર્યાવરણ, ધોરણ 6થી 9માં સામાજિક વિજ્ઞાન, ધોરણ- 10માં ગણિત અને વિજ્ઞાનના બજારમાં પુસ્તકો નથી. અંગ્રેજી માધ્યમની વાત કરીએ તો ધોરણ 1માં મેરિગોલ્ડનું પુસ્તક, ધોરણ1થી 8માં ગણિતનું પુસ્તક નથી મળી રહ્યું. ધોરણ 6થી 8માં સોશિયલ સ્ટડી અને સાયન્સ, ધોરણ 10માં નવા વિષય તરીકે શરુ કરાયેલું એક્ઝામ્પલરનું પુસ્તક નથી મળી રહ્યું.

દર વર્ષની જેમ આ વર્ષે પણ પાઠ્ય પુસ્તક મંડળ પુસ્તકો પહોચાડવામાં નિષ્ફળ નિવડ્યુ છે. સ્કુલનુ સત્ર શરૂ થવા છતા પણ મોટાભાગના વિષયોના પુસ્તકો ઉપલબ્ધ ન થતાં વિદ્યાર્થીઓને સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. વિદ્યાર્થીઓએ ઓછામાં ઓછા એકાદ પુસ્તકની ઝેરોક્ષ કઢાવીને સ્કુલના શિક્ષકોએ બાળકોને અભ્યાસ કરાવવાની ફરજ પડી રહી છે. વિક્રેતાઓનો આક્ષેપ છે કે મંડળમાં 100 પુસ્તકોનો સેટ માંગવામાં આવે તો ફક્ત પાચ કે દસ સેટ જ પુરા પાડવામાં આવી રહ્યા છે.

પુસ્તકોની અછત પાછળના કારણોમાં મુખ્ય કારણ મંડળ દ્વારા કરવામા આવેલ મોડી ટેન્ડર પ્રક્રીયા છે. જેને કારણે પેપર મોડા આવ્યા અને તેને પ્રિન્ટિંગ પ્રેસને મોડા મોકલવાને કારણે તેને છપાવવામાં લેટ થયુ છે. મંડળને 25 હજાર ટન કાગળની જરૂરિયાત હોય છે ત્યારે જો ટેન્ડરની પ્રક્રીયા વહેલી કરવામા આવે તો પુસ્તકો સમયસર મળી રહે તેમ છે. પરંતુ મંડળ દરવર્ષની જેમ આ વર્ષે પણ મોડી જ પ્રક્રીયા કરીને વિદ્યાર્થીને પરેશાન કરી રહ્યુ છે.

વાલીઓ દુકાનોમાં પુસ્તકો માટે ધક્કા ખાઈ રહ્યા છે સ્થિતિ એવી બની છે કે વિદ્યાર્થીઓને પૈસા ખર્ચતા પણ તમામ વિષયોના પુસ્તકો નથી મળી રહ્યા. પુસ્તકો નાં મળતા તેની અસર વિદ્યાર્થીઓના અભ્યાસ પર જોવા મળી રહી છે. ત્યારે શાળાઓ પણ પુસ્તક વિના બાળકોને અભ્યાસ કરાવવા માટે મજબુર બની છે. પરિસ્થિતિ જોતા તમામ પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી આગામી 15 દિવસમાં પહોંચે તેવી હાલ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ જુઓ: વડોદરાના વાઘોડિયામાંથી ઝડપાયું બોગસ ભરતી કૌભાંડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન