કોરોનાના કેસ વધ્યા હોવા છતાં ટી20 વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે, અન્ય દેશમાં ટ્રાન્સફર થશે નહીં: ICC – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • કોરોનાના કેસ વધ્યા હોવા છતાં ટી20 વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે, અન્ય દેશમાં ટ્રાન્સફર થશે નહીં: ICC

કોરોનાના કેસ વધ્યા હોવા છતાં ટી20 વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે, અન્ય દેશમાં ટ્રાન્સફર થશે નહીં: ICC

 | 7:25 am IST
  • Share

ભારતમાં કોરોના વાઇરસના સતત કેસ વધી રહ્યા છે અને કોરોનાથી સંક્રમિત થયેલા લોકોની સંખ્યા એક લાખ કરતાં વધારે થઇ ચૂકી છે. ભારતમાં ચાલુ વર્ષના અંત ભાગમાં આઇસીસી ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન થવાનું છે અને સતત વધી રહેલા કેસની વચ્ચે ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન પડતું મૂકવામાં આવશે કે કેમ તેના સંદર્ભમાં આઇસીસીના ઇન્ટ્રિમ સીઇઓ જ્યોફ એલાર્ડિસે જણાવ્યું હતું કે આઇસીસી પાસે ભારતની યજમાનીમાં રમાનારા ટી૨૦ વર્લ્ડ કપ માટેની બેકઅપ યોજનાઓ તૈયાર છે. કોરોનાના સતત કેસ વધી રહ્યા હોવા છતાં પણ ટી૨૦ વર્લ્ડ કપ ભારતમાં જ રમાશે અને તેને અન્ય કોઇ દેશમાં ટ્રાન્સફર કરવાની કોઇ યોજના નથી.

આઇપીએલ ૨૦૨૧ ચેન્નઇ ખાતે શુક્રવારથી શરૂ થઇ રહી છે અને તમામ મેચો ખાલી સ્ટેડિયમમાં રમાશે. એલાર્ડિસે જણાવ્યું હતું કે અમે ચોક્કસ યોજના અનુસાર આગળ વધી રહ્યા છીએ. અમારી પાસે પ્લાન-બી પણ તૈયાર છે, પરંતુ તેને અમે અત્યારે એક્ટિવેટ કરવાના નથી. આ ઉપરાંત આઇસીસી તમામ અન્ય સ્પોર્ટ્સ બોર્ડ સાથે સતત સંપર્કમાં છે તેથી તેઓ કોરોનાની મહામારીમાં પોતાનીઇવેન્ટ્સ કેવી રીતે યોજે છે તે સમજી શકાય. એલાર્ડિસે જણાવ્યું હતું કે અમે આગામી બે મહિનામાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલનું પણ આયોજન કરી રહ્યા છીએ જે અંગે પણ અમે યોજના અનુસાર આગળ વધી રહ્યા છીએ. અમારી પાસે બેકઅપ તરીકે યુએઇને તૈયાર રાખ્યું છે જ્યાં ૨૦૨૦માં આઇપીએલ ટી૨૦ લીગનું સફળ રીતે આયોજન થયું હતું.

અમ્પાયર્સ કોલ અંગે પણ ચર્ચા થઈ છે

આઇસીસીના ઇન્ટ્રિમ સીઇઓ એલાર્ડિસે અમ્પાયર્સ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ) બાબતે જણાવ્યું હતું કે વિવાદાસ્પદ અમ્પાયર્સ કોલ અંગે પણ લાંબી ચર્ચાવિચારણા કરવામાં આવી છે. મારા મતે તમે જ્યારે વધારેમાં વધારે રિપ્લે નિહાળો છો ત્યારે સ્વાભાવિક પ્રતિક્રિયા તમે શું કરી શકો છો તેની હોય છે. અમને એક પોઇન્ટ મળ્યો છે જેમાં અમે સાચો નિર્ણય આપવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છીએ. નોંધનીય છે કે ડીઆરએસને ભૂલોને સુધારવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી તેમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન