Despite storm, the video viral of the people wandering in the ocean
  • Home
  • Videos
  • Featured Videos
  • વાવાઝોડાની ઘોર અવગણનાં: આગાહી છતાં દરિયામાં મસ્તી કરતાં લોકોનો VIDEO વાયરલ

વાવાઝોડાની ઘોર અવગણનાં: આગાહી છતાં દરિયામાં મસ્તી કરતાં લોકોનો VIDEO વાયરલ

 | 12:37 pm IST

એક તરફ આખું ગુજરાત વાયુ વાવાઝોડાનાં લીધે તણાવની પરિસ્થિતિ અનુભવી રહ્યું છે. ત્યારે અમુક લોકોને તો જરા પણ ટેન્શન ન હોય એવું લાગે છે. એક વીડિયો સામે આવ્યો છે કે જેમાં તમને માણસોની બેહુદી હરકતો જોવા મળશે. હાલમાં ગુજરાતનાં દરેક દરિયા કિનારે હાઈ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને આગાહી આપવામાં આવી છે કે વાવાઝોડુ આવવાની પૂરી શક્યતા છે. ભાવનગરના ઉંચાકોટડાના દરિયામાં કરંટ જોવા મળ્યો હતો.

તો આ તરફ ભાવનગરના ઉંચાકોટડાના દરિયામાં પણ મોજાનો કંરટ જોવા મળ્યો હતો. ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારમાં દરેક જગ્યાએ વાયુ વવાજોડાની ઘોર આગાહી કરવામાં આવી છે. તેમજ યાત્રાધામ ઉંચાકોટાડામાં પણ દરિયાઈ મોજા ઉંચા ઉછળતા જોવા મળ્યાં હતા અને લોકોને તેમજ યાત્રીઓને આગાહી કરવામાં આવી છે.

આટલી તંત્રની તકેદારી અને આગાહી તેમજ સાવચેતી આપવા છતાં કેટલાક લોકો વાહિયાત હરકતો કરતાં જોવા મળ્યાં હતા. કેટલાક લોકો મુર્ખામીનું કામ કરતા જોવા મળ્યાં છે અને એવો વીડિયો વાયરલ થયો છે. લોકો જીવના જોખમે દરિયાઈ મોજા સાથે મસ્તી કરતા દેખાયા છે. તમે પણ જુઓ અહીં એ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન