dessert recipe fruit and jelly cups recipe
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • બાળકોને ભાવે એવા ફ્રૂટ ઍન્ડ જૅલી કપ્સ, ઘરે જ બનાવો

બાળકોને ભાવે એવા ફ્રૂટ ઍન્ડ જૅલી કપ્સ, ઘરે જ બનાવો

 | 10:40 am IST
  • Share

ઘણીવાર આપણને જમ્યા પછી ડેઝર્ટ એટલે કે કોઈ મીઠી વાનગી ખાવાનું મન થાય છે. તો એ માટે આજે તમારી માટે હાજર છે ફ્રૂટ ઍન્ડ જૅલી કપ્સની રેસિપી, આ રીતે ઘરે જ બનાવો, ઘરના બધા જ સભ્યોને ભાવશે અને બનાવવામાં પણ સરળ છે. 

સામગ્રી: ફ્રૂટ કપ્સ માટેઃ

  • 2 સફરજન
  • 1 ટી.સ્પૂન લીંબુનો રસ 
  • ફ્રૂટ સલાડ માટેઃ
  • 1 સફરજન ચોરસ ટુકડામાં કાપેલું 
  • 1 કેરી છાલ કાઢીને ચોરસ ટુકડામાં કાપેલી
  • 1 કેળું સ્લાઈસમાં કાપેલું
  • 10થી12 ચૅરી
  • 1/4 કપ કાળી દ્રાક્ષ
  • 1 ટી.સ્પૂન ચાટ મસાલો 

બીજી સામગ્રીઃ

1 પૅકેટ સ્ટ્રોબેરી જૅલી (શાકાહારી), પૅકેટ પર આપેલી સૂચના મુજબ સ્ટ્રોબેરી જૅલી બનાવવી અને સેટ ન થાય ત્યાં સુધી રેફ્રિજરેટરમાં રહેવા દેવી.

રીત : ફ્રૂટ કપ્સ માટે 

1. સફરજન કાપીને બે અડધા ટુકડા કરવા.

2. વચ્ચેનો ભાગ કોરીને કાઢી લઈ, 4 એપલ કપ બનાવવા.

3. લીંબુનો રસ લગાવવો અને બાજુમાં મૂકી દેવા.

આગળની રીત 

1. સફરજન, કેરી, કેળાં, ચૅરી, કાળી દ્રાક્ષ અને ચાટ મસાલાને મિક્સ કરવાં અને રેફ્રિજરેટરમાં મૂકી દેવું.

2. પીરસવા માટે, ઍપલ કપમાં ફ્રૂટનું મિશ્રણ ભરવું.

3. જૅલીના નાના ચોરસ ટુકડા કાપવા અને ફ્રૂટ કપ્સને સજાવવા. ખૂબ ઠંડા થાય એટલે પીરસવા.

હાથવગી સલાહ : લંચબૉક્સ માટે આ એક સરળ વાનગી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો